જસદણ તાલુકાના કોઠીગામના વાડી વિસ્તારમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે - At This Time

જસદણ તાલુકાના કોઠીગામના વાડી વિસ્તારમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે


જસદણ તાલુકાના કોઠીગામના વાડી વિસ્તારમાં આથમણી સીમમાં ત્રણ વર્ષથી રસીકભગત હાંડાની વાડીએ જગદીશભાઈ હાંડા તેમજ વિજયભાઈ જાપડીયા તથા ભરત ગોવાણી દ્વારા દર વર્ષેની જેમ માતાજીના નોરતા નવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત કોઠીગામની વાડી વિસ્તારમાં નાની બાળાઓ માટે ગરબી રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. સહયોગ રૂપે ભરત ભાઇ ગોવાણી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે આ નવરાત્રીમાં બહેનો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને બહેનોને શિખવતા ભરતભાઈ જણાવે છે કે નવરાત્રીનો પર્વને હિન્દુ ધર્મની એક બહું જ મોટી આસ્થા છે તેમજ નવરાત્રીના આયોજનથી આપણી સંસ્કૃતિ તેમજ આસ્થા તથા સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહે છે.નવરાત્રીમાં બહેનો નવ દિવસ સુધી ગરબે રમીને માં નવદુર્ગાની આરતી કરી ત્યાર બાદ પ્રસાદ તેમજ ભોજન કરે છે.પુનમના દિવસે ફરી રાસ લેવાય છે અને બહેનોને લાણી આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.