લુણાવાડા: તેજા ગ્રીન હોટલ ખાતે જીલ્લાના ફુડ વેન્ડરની ફુડ સેફ્ટીની તાલીમ યોજાઈ
લુણાવાડામાં મહિસાગર જિલ્લાના ફૂડ વેન્ડર ની ફૂડ સેફ્ટી માટેની તાલીમ ( ફોસ્ટેક ) ની એમ પેનલ ઇન્ડિયન ફૂડ સોલ્યુશન દ્વારા ગ્રીન ગતિ ના માધ્યમ થી તેજા હોટેલ માં રાખવામાં આવેલ હતો. દરેક વેન્ડર ને ગુજરાતી માં જ્ઞાન મળે તે માટે મુખ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કયા કયા નિયમો નું અચૂક પણે પાલન કરવું જોઇએ તેની જાણકારી આપવામાં આવી હતી.મુખ્ય મુદ્દો આવખતે ભેળસેળ નો રહ્યો હતો કેન્સર ના કારણ ની ચર્ચા અને તેમાં વેન્ડર ની ભૂમિકા શું હોય છે,તેમને શું તકેદારી લેવી જોઇએ અને તેમની જવાબદારી વિશે ની માહિતી આપી હતી,વેચાણ માટે ની જગ્યા ની હાઇજીન કન્ડીશન કેવી રાખવી જોઇએ અને ના હોય તો થતાં નુકશાન ની જાખી કરાવવામાં આવી.ખાસ કરીને ફુડ વેન્ડર પાસે fssai નું લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન હોવું જોઈએ અને તે આગ્રહ નો વિષય છે તેમ જણાવ્યું. ફૂડ અધિકારી જ્યારે સેમ્પલ લેવા આવે છે અથવા તો કોઈ પણ તપાસ કરવા આવે છે ત્યારે યોગ્ય સહકાર આપવા માટે પણ જણાવ્યું.સાથે સાથે લેબલિંગ કેવું હોવું જોઈએ, કયા કયા પ્રકારના માલ ના ખરીદવો જોઈએ અને વેચવો પણ ના જોઈએ તેની સલાહ આપી.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.