રાજકોટ ૧૮ થી ૫૯ વર્ષના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો.
રાજકોટ શહેર તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ આજ તા.૧૫-૭-૨૦૨૨ના રોજ થી ૧૮ થી ૫૯ વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનો મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, ડે.કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.પંકજ રાઠોડ, વોર્ડનં.૧૧ના મહિલા મોરચાના પ્રભારી મયુરીબેન ભાલારા તેમજ ડોઝ લેનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ. ૧૮ થી ૫૯ વર્ષના નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને ૬ મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી નીચે જણાવેલ સ્થળોએ વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. (૧) સિવિલ હોસ્પિટલ (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ (૩) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર (૪) નંદનવન આરોગ્ય કેન્દ્ર (૫) નાનામવા આરોગ્ય કેન્દ્ર (૬) મવડી આરોગ્ય કેન્દ્ર (૭) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર (૮) શાળાનં.૨૮ વિજય પ્લોટ (૯) સદર આરોગ્ય કેન્દ્ર (૧૦) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર (૧૧) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર (૧૨) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર (૧૩) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર (૧૪) જંકશન આરોગ્ય કેન્દ્ર (૧૫) માધાપર આરોગ્ય કેન્દ્ર (૧૬) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ (૧૭) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર (૧૮) IMA આરોગ્ય કેન્દ્ર (૧૯) કબીરવન આરોગ્ય કેન્દ્ર (૨૦) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર (૨૧) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર (૨૨) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર (૨૩) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.