જલ હૈ તો કલ હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના કાર્યને વેગ આપવા યુનિટી સિમેન્ટના સહયોગથી દેવપ્રસાદ મહંતશ્રી ના અધ્યક્ષ સ્થાને રાજકોટ બિલ્ડર્સ એસોશીએશન દ્વારા ભવ્ય આયોજન કરેલ. - At This Time

જલ હૈ તો કલ હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના કાર્યને વેગ આપવા યુનિટી સિમેન્ટના સહયોગથી દેવપ્રસાદ મહંતશ્રી ના અધ્યક્ષ સ્થાને રાજકોટ બિલ્ડર્સ એસોશીએશન દ્વારા ભવ્ય આયોજન કરેલ.


જલ હૈ તો કલ હૈ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના કાર્યને વેગ આપવા

યુનિટી સિમેન્ટના સહયોગથી દેવપ્રસાદ મહંતશ્રી ના અધ્યક્ષ સ્થાને રાજકોટ બિલ્ડર્સ એસોશીએશન દ્વારા ભવ્ય આયોજન કરેલ.

રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી રોકીને જમીનમાં ઉતારમાં ચેકડેમ અને રિચાર્જ બોર નું કાર્ય કરતી સંસ્થાને યુનિટી સિમેન્ટ ના પુનિતભાઈ ચોવટિયા ના સહયોગ થી સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં એક મિટિંગનું આયોજન કરેલું હતું. જેમાં રાજકોટના દરેક નામાંકિત બિલ્ડર્સ એ હાજરી આપેલ. જેમાં અધ્યક્ષ સ્થાને જામનગર આણદાબાવા આશ્રમ ના મહંતશ્રી દેવપ્રસાદ મહારાજ પધારેલા તેને ખુબ સરસ વાત કરી ૧૯૮૭ માં જામનગર માં પરિસ્થિતિ ગંભીર બની હતી ત્યારે સરકારે કરોડો રૂપિયા ફાળવવાની વાત કરી હતી પણ આણદાબાવા સંસ્થા દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી કાર્ય કર્યું અને ત્યાર પછી દુષ્કાળની કાયમી માટે વિદાઈ થઈ કારણકે વરસાદી પાણી અમૃત સમાન છે. જેવા ચામડીના રોગો, ડાયાબીટીસ જેવા રોગોથી મોટી રાહત મળતી હોય છે. તો કાર્યમાં દરેક ઉદ્યોગપતી અને બિલ્ડર્સ આ કાર્યમાં જોડાયને વધુમાં વધુ વેગ આપવો જોઈએ.
જળ એ જ જીવન છે, આજના યુગમાં પાણી બચાવીને વાપરવાની જાગૃતિ લાવવાની ખાસ જરૂરીયાત છે. દર વર્ષે ચોમાસામાં એવરેજ ૪૦ ઇંચ વરસાદ પડે છે, તે પૈકી ૮૦% પાણી દરિયામાં જતું છે. ઘણા વર્ષોથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ખેડુત અને ખેતી વિષયક જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી બોર રિચાર્જ અને ચેકડેમનું નિર્માણ કર્યા સક્રિય રીતે કરતાં પાણીની સમસ્યા પરત્વે સુંદર કાર્ય થઇ રહ્યું છે. લોકભાગીદારી અને દાતાના સહયોગથી માત્ર બે વર્ષમાં ૨૦૦ જેટલા ચેકડેમ નિર્માણ કરીને અનોખો સેવા યજ્ઞ કરી રહ્યા છે. હવે પછી ગીરગંગા પરિવારર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તથા ૧૧,૧૧૧ બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રસ્ટના પાણી બચાવાનો ભગીરથી કાર્યમાં નિમિત્ત બનવા બિલ્ડરોને પણ આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તથા યુનિટી સિમેન્ટ પરિવાર દ્વારા તા. ૧૩ સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે 5:30 કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે બિલ્ડરો સાથેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ લોકોના સપનાનું ઘર બનાવતા બિલ્ડરો હવે ચેકડેમ બનાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે તેવો હતો. તેથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના બિલ્ડર્સઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ખેડૂતોએ પણ પોતાની જગ્યામાં કુવા રિચાર્જ, બોર રિચાર્જ અને ખેતતલાવડી બનાવવા જોઇએ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, દિલીપભાઈ લાડાણી, પરેશભાઈ ગજેરા, અમિતભાઈ ત્રાંબડીયા,
ચેતનભાઈ રામાણી, નિખીલભાઈ પટેલ, સુજીતભાઈ ઉદાણી, પુનિતભાઈ ચોવટિયા, કમલનયનભાઈ સોજીત્રા, નવીનભાઈ ચોવટિયા, ધીરુભાઈ રોકડ,
રૂચીતભાઈ ગોવાણી, ચેતનભાઈ રૌંકડ, ધીરુભાઈ રામાણી, શિવલાલભાઈ અવોજા, કિરીટભાઈ અબોજા, જેન્તીભાઈ સરધારા, જે.પી.ભાલાળા, અરવિંદભાઈ પાણ, કિશોરભાઈ કાથરોટિયા, દિનેશભાઈ પરસાણા, પરસોતમભાઈ કમાણી, સર્વાનંદભાઈ સોનવાણી, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા,પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ધવલભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ ભુવા, રમણીકભાઈ ભાલાળા, નીતિનભાઈ દુદાણી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, મિતલભાઈ ખેતાણી, દિનેશભાઈ ચોવટિયા,સતીશભાઈ બેરા, હરિભાઈ ચૌહાણ, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ હુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી તેમજ ઘણા ભાઈઓ, હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.