મહુવાના નિહાલી ગામમાં દીપડાએ પાંજરૂ તોડી નાખ્યું, જોવા આવેલા લોકોમાં નાસભાગ મચી - At This Time

મહુવાના નિહાલી ગામમાં દીપડાએ પાંજરૂ તોડી નાખ્યું, જોવા આવેલા લોકોમાં નાસભાગ મચી


મહુવાના નિહાલી ગામમાં દીપડાએ પાંજરૂ તોડી નાખ્યું, જોવા આવેલા લોકોમાં નાસભાગ મચી

દીપડાએ ધમપછાડા કરી જર્જરિત પાંજરાનું પાટિયુ અને સળિયો તોડી નાસી ગયો હતો. જેથી વનવિભાગે મુકેલા પાંજરાની ગુણવત્તા કેવી છે તેનો નમૂનો સામે આવ્યો છે. પકડાયેલા દીપડાને જોવા લોકો આવ્યા ત્યારે જ દીપડો પાંજરામાંથી બહાર નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે દીપડાએ કોઈ વ્યક્તિ પર હુમલો નહીં કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી
મહુવા વન વિભાગ

દ્વારા નિહાલી ગામે ભગત ફળિયામાં મારણ સાથે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ પાંજરું જર્જરિત હાલતમાં હતું. આ પાંજરામાં મંગળવારના રોજ રાત્રીના ૯.૩૦ વાગ્યાના અરસામાં એક કદાવર દીપડો પુરાઈ ગયો હતો. પાંજરે પુરાયેલો દીપડો બહાર નીકળવા ભારે ધમપછાડા કરતા પાંજરાનું પાટિયું તૂટી ગયું હતું અને બીજા હુમલે પાંજરાનો લોખંડનો સળિયો વાળી પાંજરામાંથી ભાગી

જવામાં સફળ રહ્યો હતો. આમ દીપડો જોવા આવેલા લોકોને દીપડો ભાગી ગયાની જાણ થતાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે દીપડાએ કોઇ માણસ પર હુમલો કર્યો ન હતો અને ભાગી ગયો હતો. ત્યારે મહુવા વનવિભાગના અધિકારીઓ આવા જર્જરિત પાંજરા મૂકી દીપડાને પૂરવાની કામગીરી કરે છે તે સામે અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા અને સ્થળ પર આવેલા અધિકારીઓ પર લોકોએ રોષ ઠાલવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.