EDITOR’S VIEW: જમ્મુ-કાશ્મીરનું ચૂંટણી ચિત્ર:કાશ્મીરી પંડિતોની નારાજગી કોને નડશે? રહીરહીને અફઝલ ગુરૂનું ભૂત ધૂણ્યું, બર્ફીલા પ્રદેશમાં રાજકીય ગરમાવો કેમ ચરમસીમાએ?
કલમ 370, અફઝલ ગુરૂની ફાંસી, આતંકવાદ, સ્વાયત રાજ્ય... આ એ મુદ્દા છે જે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલાં ગાજ્યા છે. ભાજપ, કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ. આ ચાર મુખ્ય પાર્ટી છે. ચારેય પાર્ટીના નેતાઓ જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો, આતંકવાદ, કલમ 370 વિશે વાતો કરતા આવ્યા છે. પણ જમ્મુ-કાશ્મીરની પ્રજા એટલું સમજી ગઈ છે કે, ચૂંટણી ટાણે સૌ પોતપોતાના રાજકીય રોટલા શેકવા આવે છે. એટલે જ કાશ્મીરની પ્રજા મૌન બનીને નેતાઓને સભામાં સાંભળે છે. આ મૌન દરેક માટે અકળાવનારું છે. હવે તો કાશ્મીરી પંડિતોએ પણ ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેવાની જાહેરાત કરતાં ચૂંટણીના તાપણાંમાં કેરોસિન પડ્યું હોય તેવો ભડકો રાજકારણમાં થયો છે. નમસ્કાર, અમિત શાહ કાશ્મીરમાં બોલ્યા ને ફારૂક અબ્દુલ્લાએ તેનો જવાબ આપ્યો. ANI સામે ઓમર અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું ને રાજનાથસિંહે સભામાં તેનો જવાબ આપ્યો. આ પહેલાં રાહુલ ગાંધી પણ કાશ્મીરમાં મોહબ્બતની દુકાનના શટર ખોલી આવ્યા છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન થાય તે આડે હવે એક અઠવાડિયું બાકી છે ત્યારે આ બર્ફીલા પ્રદેશમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કાશ્મીરી પંડિતોએ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય લીધો, ભાજપ માટે સમસ્યા
શ્રીનગરમાં કાશ્મીરી પંડિત સમુદાયના લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોઈ કાશ્મીરી પંડિત ભાગ નહીં લે. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિત નેતાઓએ હાજરી આપી હતી. આ મિટિંગમાં ખાસ ચર્ચા એ કરવામાં આવી હતી કે, કાશ્મીરી પંડિતોની હંમેશાં અવગણના કરવામાં આવી છે. જુલ્મનો ભોગ પંડિતો જ બને છે અને અંતે પલાયન કરવું પડે છે. સંકટ સમયમાં કોઈ પણ સરકાર પંડિતોની વહારે નથી આવતી. એટલે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લે. કાશ્મીરી પંડિતોના વકીલ ટીટો ગંજૂએ મીડિયાને કહ્યું કે, અમે જ્યારે મતદાન નહીં કરીએ ત્યારે રાજકીય પક્ષોને અમારું મહત્વ સમજાશે. જમ્મુ-કાશ્મીરમાં વસતા પંડિતો જો ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેશે તો ભાજપ માટે કપરાં ચઢાણ રહેશે એ નક્કી. કારણ કે, પંડિતો જ ભાજપની વોટબેન્ક છે. અમિત શાહે કાશ્મીરની સભામાં શું કહ્યું? અમિત શાહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો જવાબ ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું? (ઓમર અબ્દુલ્લાએ આ વાત ANI સાથેની વાતચીતમાં કરી હતી) ઓમર અબ્દુલ્લાના નિવેદન પર રાજનાથસિંહનો જવાબ રાહુલે કાશ્મીરની સભામાં શું કહ્યું? કાશ્મીરનું ચૂંટણી ચિત્ર સમજી લો...
જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 47 ખીણમાં અને 43 જમ્મુ સંભાગમાં છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. કાશ્મીરના પક્ષોનો આરોપ છે કે નવા સીમાંકન દ્વારા ભાજપ હિન્દુ પ્રભાવિત જમ્મુને રાજકીય લાભ આપીને પોતાનું પોલિટિક્સ ચમકાવવા માગે છે. જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ પ્રભુત્વવાળા કાશ્મીરમાં 46 બેઠક હતી અને બહુમતી માટે માત્ર 44 બેઠકની જરૂર હતી. હિન્દુ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર જમ્મુમાં 37 બેઠક હતી. આવી સ્થિતિમાં મોટા ભાગના મુખ્યમંત્રીઓ કાશ્મીરના છે. સીમાંકન પછી આ ગણિત બદલાઈ ગયું. નવા સીમાંકન મુજબ, જમ્મુ અને કાશ્મીરની કુલ 90 સીટમાંથી હવે 43 જમ્મુમાં અને 47 સીટ કાશ્મીરમાં હશે. આ ફેરફારો પછી જમ્મુની 44% વસતિ 48% બેઠકો પર મતદાન કરશે. કાશ્મીરમાં રહેતા 56% લોકો બાકીની 52% બેઠકો પર મતદાન કરશે. અત્યારસુધી કાશ્મીરના 56% લોકોએ 55.4% બેઠકો પર અને જમ્મુના 43.8% લોકોએ 44.5% બેઠકો પર મતદાન કર્યું હતું. નેશનલ કોન્ફરન્સ 90માંથી 51 સીટો પર, કોંગ્રેસ 32 સીટો પર ચૂંટણી લડી રહી છે
જમ્મુ અને કાશ્મીર ચૂંટણીના તબક્કા-1 પહેલા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધને કુલ 59 સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં નેશનલ કોન્ફરન્સે 50 અને કોંગ્રેસે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. બંને પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા 26 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશની 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ 51 અને કોંગ્રેસ 32 બેઠકો પર ચૂંટણી લડશે. 5 બેઠકો પર ફ્રેન્ડલી લડાઈ થશે. CPI(M) અને પેન્થર્સ પાર્ટીને 2 સીટો મળી છે. જમ્મુ અને કાશ્મીરમાં આ વખતે કઈ-કઈ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે?
આ વખતે પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મુખ્યત્વે 4 રાજકીય પક્ષ મેદાનમાં હશે, જેમાં ભાજપ, કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. આ સિવાય CPI, CPI(M), જમ્મુ રિપબ્લિક પાર્ટી, જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સહિત એક ડઝન નાની-મોટી પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં ઊતરી શકે છે. જોકે હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન થતાં સમીકરણો બદલાઈ શકે છે. બીજી તરફ સીમાંકન પછી જમ્મુ ક્ષેત્રમાં 6 બેઠક વધારવાનો ફાયદો ભાજપને ચોક્કસ મળી શકે છે, જોકે 2024 લોકસભા પછી કોંગ્રેસ દેશભરમાં પહેલેથી જ મજબૂત બની છે અને આ વખતે પાર્ટી જમ્મુ અને કાશ્મીર બંને પ્રદેશમાં મજબૂત રીતે મેદાનમાં ઊતરશે. જો કોંગ્રેસ પાર્ટી પીડીપી અને નેશનલ કોન્ફરન્સના મતોમાં ગાબડું પાડવામાં સફળ થાય છે, તો ચૂંટણી પછી કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં 90 મતવિસ્તારોમાં 87.09 લાખ મતદારો છે. તેમાંથી 42.6 લાખ મહિલાઓ છે. અહીં પ્રથમ વખતના યુવા મતદારોની સંખ્યા 3.71 લાખ છે, જ્યારે એકંદરે 20.7 લાખ યુવા મતદારો છે, જેમની ઉંમર 20 થી 29 વર્ષની વચ્ચે છે. છેલ્લે, રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. ત્યાં તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતના યંગસ્ટર્સમાં સ્કીલની સમસ્યા નથી પણ તેની સ્કીલની કદર નથી થતી તે સમસ્યા છે. મોટાભાગની યુનિવર્સિટીના VC સંઘ સાથે જોડાયેલા છે. આ ન થવું જોઈએ. આ જ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે, રાહુલ ગાંધી હવે પપ્પુ નથી. તે ભણેલા-ગણેલા અને કોઈપણ મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારનાર સ્ટ્રેટેજિસ્ટ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.