શહેરા તાલુકાના જોધપુર થી આગળ આવેલી ચોપડ દેવી પાસે દિપડો રસ્તા પર ફરતો દેખાયાનો વિડિયો વાયરલ - At This Time

શહેરા તાલુકાના જોધપુર થી આગળ આવેલી ચોપડ દેવી પાસે દિપડો રસ્તા પર ફરતો દેખાયાનો વિડિયો વાયરલ


શહેરા,
શહેરાના પાનમ પાટીયાથી પાનમડેમ તરફ જવાના રસ્તા પર ચોપડ દેવી પાસે એક દિપડો રસ્તા પર આંટાફેરા મારતો હોવાનો વિડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. જેને લઈને સોશિયલ મિડીયા પર વાઘ હોવાની ચર્ચાઓ ચાલી હતી.જોકે વનવિભાગ તંત્ર દ્વારા જણાવામા આવ્યુ હતુ કે તે વાઘ નથી પણ દિપડો છે. અને આ જગંલમા તેમની વસ્તી છે.આ વિડિયો કોઈ રમેશભાઈ નામના વ્યક્તિએ મોબાઈલમા કેદ કર્યો હતો. અને વિડિયો સોશિયલ મિડિયામા વાયરલ થયો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પુર્વ વિસ્તાર છે,તેમા પાનમના જંગલો આવેલા છે. આ જગંલો વન્યસંપદાથી આચ્છાદિત છે,ત્યારે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ આશ્રયસ્થાન બની રહ્યા છે. દિપડાઓ પણ જંગલમા વસવાટ કરે છે. પણ ઘણીવાર ખોરાકની શોધમા તેઓ રસ્તા પર કે પછી રહેણાંક વિસ્તારમા આવી જતા હોય છે. શહેરા તાલુકામા એક વિડિયો સોશિયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. તેમા દિપડા જેવુ દેખાતુ પ્રાણી રોડ પર ચાલી રહ્યુ છે. અને કારમાથી કોઈ વિડિયો બનાવી રહ્યુ છે. કારમા ઓ તેરે સંગ યારા હિન્દી ગીત વાગી રહ્યુ છે. તે પ્રાણી જતુ દેખાય છે. પછી તે ઝાડીમા જતુ રહે છે. જોકે આ વીડીયો વાયરલ થઈ જતા તે પ્રાણી વાઘ હોવાના લખાણ સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ માટે અમે સત્યતા ચકાસવા માટે જેને વિડિયો ઉતાર્યો હતો તે રમેશભાઈને અમે શોધીને ટેલિફોનીક વાતચીત કરી હતી. તેઓ પણ તેમની વાતચીતમા અસ્પષ્ટ હતા. શહેરા આવતો હતો તે સમયે તે ટર્નિગમા આવી ગયો.મને વાઘ જેવુ લાગ્યુ.તેનુ મોઢુ મોટુ હતુ અને હષ્ટપુષ્ટ હતુ. પણ સ્પષ્ટીકરણ થતુ નથી.જોધપુરના ઢાળ બાજુથી આવતો હતો. આથી મે ગાડી રિવસ લીધી. પછી તે ઝાડીમા જતો રહ્યો. આ મામલે અમે શહેરા વનવિભાગના આરએફઓ રોહીત પટેલને આ વાયરલ વિડિયો મોકલીને સત્યતા ચકાસી જેમા તેમણે જણાવ્યુ કે આ વાયરલ વિડિયોમા જે પ્રાણી દેખાઈ રહ્યુ છે તે વાઘ નથી આ દિપડો છે. આ વિસ્તારમા દિપડાની સંખ્યા વધી છે. આમ સોશિયલ મિડીયા પર જે રીતે વાઘ છે તેવા લખાણ સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા તે પ્રાણી દેખાય છે વાઘ નથી પણ દિપડો છે.તે સ્પષ્ટ થાય

રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.