ધન્વંતરી આરોગ્ય રથનું જિલ્લા કલેકટરશ્રીના હસ્તે લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદનથી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. - At This Time

ધન્વંતરી આરોગ્ય રથનું જિલ્લા કલેકટરશ્રીના હસ્તે લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદનથી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.


ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં ફાળવેલ ધન્વંતરી આરોગ્ય રથનું જિલ્લા કલેકટરશ્રીના હસ્તે સી.ડી.એચ.ઓશ્રી,જિલ્લા નિરીક્ષકશ્રી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ,દર પ્રોજેક્ટ મેનેજર કો - ઓડીનેટર - પ્રોજેક્ટ મેનેજર તેમજ મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદનથી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નિશુલ્ક તબીબી સારવાર, યોજનાકીય લાભોની જાણકારી બાંધકામ સાઈડ, કડિયાનાકા અને શ્રમિક વસાહતો સુધી નિશુલ્કમાં પહોચાડવામાં આવશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.