કોલકાતા રેપ-હત્યા કેસ, પૂર્વ પ્રિન્સિપાલના 6 ઠેકાણે દરોડા:મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી; CBI તપાસ સામે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી - At This Time

કોલકાતા રેપ-હત્યા કેસ, પૂર્વ પ્રિન્સિપાલના 6 ઠેકાણે દરોડા:મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી; CBI તપાસ સામે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી


કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ PMLA હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. શુક્રવારે EDએ 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આમાં ઘોષનું બેલિયાઘાટા ઘર પણ સામેલ છે. આ સિવાય એજન્સી હાવડા અને સુભાષગ્રામમાં અન્ય બે સ્થળો પર પણ તપાસ કરી રહી છે. બીજી તરફ સીબીઆઈ પણ આ મામલે તપાસ કરી રહી છે. 13 ઓગસ્ટના રોજ કોલકત્તા હાઈકોર્ટે આરજી કાર રેપ-મર્ડર કેસ અને હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ સીબીઆઈને સોંપી હતી. CBI તપાસ વિરુદ્ધ ઘોષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજી ફગાવી દીધી છે. સીબીઆઈએ 2 સપ્ટેમ્બરે ઘોષની ધરપકડ કરી હતી. તે 8 દિવસથી CBI કસ્ટડીમાં છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા 28 ઓગસ્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ સંદીપ ઘોષની સદસ્યતા રદ કરી દીધી હતી. CBI તપાસમાં ખુલાસો- સંદીપ ઘોષે ઘટનાના બીજા દિવસે રિનોવેશનનો આદેશ આપ્યો
દરમિયાન, 5 સપ્ટેમ્બરના રોજ સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના બીજા દિવસે, સંદીપ ઘોષે સેમિનાર હોલની બાજુમાં આવેલા રૂમના રિનોવેશનનો આદેશ આપ્યો હતો. તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટની સવારે સેમિનાર હોલમાં મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIને એવા દસ્તાવેજો મળ્યા છે જે પુષ્ટિ કરે છે કે સંદીપ ઘોષે 10 ઓગસ્ટે રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (PWD)ને સેમિનાર હોલની બાજુમાં આવેલા રૂમ અને શૌચાલયનું નવીનીકરણ કરવા માટે પત્ર લખ્યો હતો. આ પરવાનગી પત્ર પર ઘોષની સહી પણ છે. આ પત્ર બળાત્કાર-હત્યાના કેસ અને નાણાકીય અનિયમિતતા વચ્ચેની કડી
તપાસ અધિકારીઓનું કહેવું છે કે રિનોવેશન પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે ઘોષ આ કામ કરાવવાની ઉતાવળમાં હતો, તેથી આ દસ્તાવેજ બળાત્કાર-હત્યાના કેસ અને આરજી કાર કોલેજમાં નાણાકીય અનિયમિતતાના કેસ વચ્ચેની કડીને જોડવામાં મદદ કરી શકે છે. આ સમાચાર પણ વાંચો... 'સામે દીકરીની લાશ હતી ને પોલીસે પૈસા ઓફર કર્યા':કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં પીડિતાના પિતાએ ઠાલવી વ્યથા, કહ્યું- શરૂઆતથી કેસ દબાવવાના પ્રયત્ન થયા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર-હત્યાને લઈને આજે 28મા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ છે. બુધવારે મોડી રાત્રે ડોક્ટરનાં માતા-પિતા પણ વિરોધમાં જોડાયાં હતાં. પીડિતાના પિતાએ કહ્યું- પોલીસ શરૂઆતથી જ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં ન આવે ત્યાં સુધી અમારે પોલીસ સ્ટેશનમાં રાહ જોવી પડી. બાદમાં, જ્યારે પુત્રીનો મૃતદેહ અમને સોંપવામાં આવ્યો, ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને પૈસાની ઓફર કરી. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.