ઇડીએ સત્યેન્દ્ર જૈન સામે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું - At This Time

ઇડીએ સત્યેન્દ્ર જૈન સામે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું


- કોર્ટે જૈને રજૂ કરેલી વચગાળાની જામીન અરજી પણ ચકાસીનવીદિલ્હી : ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન સામેના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે.અંતિમ અહેવાલમાં જૈન ઉપરાંત એમના પત્ની પૂનમ જૈન અને અન્ય સ્વજનો વૈભવ જૈન, અંકુશ જૈન, અજિતપ્રસાદ જૈન તથા સુનિલ જૈનને આરોપીરૂપે દર્શાવાયા છે. આ અહેવાલમાં ખાનગી ચાર ફર્મ પણ આરોપીના કઠેરામાં હોવાનું જણાવાયું છે. સત્યેન્દ્ર હાલમાં જેલમાં છે. કોર્ટે સુનાવણી દરમિયાન તબીબી કારણોસર રજૂ કરાયેલી જૈનની વચગાળાની જામીન-અરજી પણ તપાસી હતી.એમને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની ફોજદારી કલમો અંતર્ગત જેલમાં રાખવામાં આવ્યા છે.ઇડીએ, સીબીઆઇએ ૨૪ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ નોંધેલા પ્રથમ માહિતી અહેવાલ (એફઆઇઆર)ના આધારે જૈન અને અન્ય સામે મની લોન્ડરિંગ સંબંધી તપાસ શરૂ કરી છે.સીબીઆઇના આક્ષેપ અનુસાર, જૈને ૨૦૧૫-૨૦૧૭ દરમિયાનના એમના મંત્રીપદના સમયગાળામાં એમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસરના વધુ મૂલ્યની મિલકતો પ્રાપ્ત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.