મની લોન્ડ્રીંગ મામલે સત્યેન્દ્ર જૈન સામે EDની ચાર્જશીટ, 6 આરોપીઓ સહિત 4 કંપનીઓના નામ
નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારમની લોન્ડ્રીંગ મામલે EDની તપાસનો સામનો કરી રહેલા દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ની સામે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ તેની સામે આવક કરતા લધુ સંપત્તિના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court)ચાર્જશીટ અંગે સંજ્ઞાન લેવા માટે થોડીવારમાં સુનાવણી કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાખલ ચાર્જશીટમાં સત્યેન્દ્ર જૈન સહિત 6 આરોપીઓ અને 4 કંપનીઓના નામ દાખલ છે. ચાર્જશીટ પ્રમાણે આરોપીઓના નામ અને કંપનીના નામ આ પ્રકારે છે:1. સત્યેન્દ્ર જૈન - દિલ્હી સરકારમાં મંત્રી2. પૂનમ જૈન- સત્યેન્દ્ર જૈનના પત્ની 3. વૈભવ જૈન- પ્રવીણ જૈનના સબંધી 4. અંકુશ જૈન- તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.5. સુનીલ કુમાર જૈન- અંકુશ જૈનના પિતા6. અજિત કુમાર જૈન- વૈભવ જૈનના પિતા7. અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ8. પ્રયાસ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ9. જેજે આઈડિયલEDએ દરોડા દરમિયાન લગભગ બે કરોડ 35 લાખ રૂપિયા રોકડ અને 133 સોનાના સિક્કા જપ્ત કર્યા હતાતપાસ એજન્સી ED દ્વારા 6 જૂનના રોજ દિલ્હી-એનસીઆરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન લગભગ 2 કરોડ 35 લાખ રૂપિયાના રોકડ અને 133 સોનાના સિક્કા સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ, પ્રોપર્ટીના દસ્તાવેજ સહિત ઘણા બેંકિંગ લેવડ-દેવડના દસ્તાવેજો ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે. મિલકત ટાંચમાં લેવાની આ પહેલી ઘટના નથી પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ EDની ટીમે તપાસ કર્યા બાદ મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમના પરિવારના સભ્યોની માલિકીની કંપનીઓની મિલકતો ED દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈનની સામે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ વર્ષ 2017માં એક FIR નોંધી હતી. CBI દ્વારા પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ મામલાને આધાર બનાવીને તપાસ એજન્સી EDએ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન વર્ષ 2015થી 2016 દરમિયાન જ આવી ગયા હતા. કારણ કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2015-16 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં મંત્રી હતા તે સમયે જ તેમની માલિકી અને નિયંત્રણ વાળી કંપનીઓમાં એ જાણવા મળ્યું કે, કોલકાતાની એન્ટ્રી ઓપરેટરનો હવાલા મારફતે મોકલવામાં આવેલી રકમના બદલે શેલ કંપનીઓ પરથી લગભગ 4 કરોડ 81 લાખની એન્ટ્રી મળી હતી. EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે રકમનો ઉપયોગ જમીનની ખરીદી માટે તેમજ દિલ્હી-એનસીઆરની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વર્ષ 2018માં પણ તપાસ એજન્સી ED દ્વારા સત્યેન્દ્ર જૈન સહીત અનેક બીજા આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.