રાજકોટમાં લીમડાના ઝાડ પરથી પટકાતા 25 વર્ષીય યુવાનનું કરૂણ મોત
રાજકોટમાં ઇશ્વરીયા રોડ ફાટક પાસે પશુ માટે ચારો ઉતારતી વેળાએ લીમડાના ઝાડ પરથી પટકાતા ઉના પંથકના 25 વર્ષીય યુવાનનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ ઉના પંથકના ઉગલા ગામના વતની અને હાલ રાજકોટના પોપટપરા-2 માં રહેતાં શાંતિભાઈ મેઘાભાઈ વાઘેલા (ઉ.વ.25) ગઈકાલે સવારે 11 વાગ્યાની આસપાસ તેના કૌટુંબિક સાળા સાથે માધાપર ચોકડીથી આગળ ઇશ્વરીયા રોડ ફાટક પાસે આવેલ લીમડાના ઝાડ પર ચડી પશુ માટે ચારો ઉતારતો હતો.
ત્યારે અચાનક પગ લપસતાં તે નીચે પટકાયો હતો. બાજુમાં જ રહેલા તેના કૌટુંબિક સાળાએ તેને 108 મારફતે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ વધું સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ ફરી સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ લિવરમાં વધું ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં દોડી આવેલ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતક રમકડાં અને ફુગ્ગા વેંચવાનું કામ કરતો અને ચાર ભાઈ- ત્રણ બહેનમાં નાનો હતો. તેમજ સંતાનમાં ત્રણ પુત્ર- એક પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની સાથે કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.