વધુ એક આધેડનું હાર્ટ-એટેકથી મોત, મોડીરાત્રે ગભરામણ થયા બાદ સારવાર મળે તે પૂર્વે દમ તોડ્યો
રાજકોટમાં હાર્ટ-એટેકથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના તુલસી બંગલો પાસે, અંજલી પાર્કમાં રહેતા સુરેશદાન ભરતદાન ગઢવી (ઉં.વ.45)નું હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હતું. મૃતક મોરબીમાં સેન્ટ્રલ બેંકમાં નોકરી કરતા હતા. ગત રાત્રે 3.30 વાગ્યે સુરેશદાન ઘરે હતા ત્યારે ગભરામણ થવા લાગતા પ્રથમ ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા હતા. જે પછી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન રસ્તામાં દમ તોડી દીધો હતો. જેથી સિવિલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. તેઓ 2 ભાઈમાં મોટા હતા. સંતાનમાં 1 દીકરો અને એક દીકરી છે. બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.