અમારી બદનામી કેમ કરે છે કહી યુવતી અને તેના બહેન-બનેવી પર ત્રણ શખ્સોનો પાઇપથી હુમલો - At This Time

અમારી બદનામી કેમ કરે છે કહી યુવતી અને તેના બહેન-બનેવી પર ત્રણ શખ્સોનો પાઇપથી હુમલો


નાણાવટી ચોક પાસે ક્રિષ્નાબેન નામની યુવતીને પાર્લરમાં મારી બદનામી કેમ કરે છે કહી તેની સાથે કામ કરતી મહિલા અને તેના પુત્રએ મારમર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ ઍસ.કે. ચોક પાસે રહેતી ક્રિષ્ના સતીશભાઇ મકવાણા (ઉ.વ.ર3) ઍ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,
તેઓ હનુમાન મઢી પાસે આવેલ સલૂનમાં નોકરી કરે છે અને તેની સાથે નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટર પાસે રેહતી રામુ નામનો મહિલા પણ તેની સાથે સલૂનમાં નોકરી કરે છે. ફરિયાદી નાણાવટી ચોક પાસે ક્વાર્ટર પાસે હતી ત્યારે રામુ વરજાંગભાઇ ધોળકીયા અને તેના પુત્ર દેવરાજ વરજાંગભાઇ ધોળકીયા અને ઍક અજાણ્યા શખ્સે આવી ગ્રેપ્સ સુલનમાં કેમ બદનામ કરે છે કહી તે બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા.
બનાવમાં વચ્ચે પડેલ ફરિયાદીની બહેન બંસીબેન અને બનેવી સાહીલ વચ્ચે પડતા ત્રણેય શખ્સોઅ ત્રણેયને ઢીકાપાટુનો મારમારી દેવરાજે લોખંડનો પાઇપથી હુમલો કરતા ત્રણેયને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેરે વધું તપાસ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.