સુત્રાપાડા નગરપાલીકાં દ્વારા વોર્ડ નં-૫ની સાફ સફાઇ કરાઈ - At This Time

સુત્રાપાડા નગરપાલીકાં દ્વારા વોર્ડ નં-૫ની સાફ સફાઇ કરાઈ


સુત્રાપાડા નગરપાલીકાં દ્વારા વોર્ડ નં-૫ની સાફ સફાઇ કરાઈ
---------
ગીર-સોમનાથ. તા.૧૭: "સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે વઢવાણીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલીકાં દ્વારા શહેરના વોર્ડ નં-૫ના કોમર્શિયલ વિસ્તારમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો છે.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકાના દ્વારા વૉર્ડ નં.૫. માં કોમર્શિયલ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક,કાગળો,સહિતની ગંદકી દૂર કરીને આ વિસ્તારની સાફ કરીને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગત સુત્રાપાડા નગરપાલીકાનાં સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.