છલાળાના અમરધામ ખાતે શિવ કથા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું.
છલાળાના અમરધામ ખાતે શિવ કથા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું.
છલાળા ખાતે તારીખ 31/12થી 08/01 સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિ્સંગસાહેબની નિર્વાણ તિથિએ ભવ્ય શિવ કથા તેમજ સંતવાણી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમેટ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે
અમરધામ આશ્રમ,છલાળાએ તારીખ 31/12થી 8/01 સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગ સાહેબની બારમી નિર્વાણ તિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત જનકસિંહ ના સાનિધ્યમાં પરમ પૂજ્ય વક્તાશ્રી ગીરીબાપુ ના શ્રી મુખેથી ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પ્રતિ રાત્રી ભવ્ય સંતવાણી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હતું, તેમજ નિરંતર ભજન અને ભોજનની નિરંતર ધારા વહેતી હતી,જેમાં અંદાજે દોઢ લાખ ભાવિક ભક્તો પધાર્યા હતા. જેમાં નિરંતર નવ દિવસ સેવા આપી એવા ભૂદેવ પ્રતિકભાઇ તેમજ નીલભાઈ ખૂબ જ રાત દિવસ જોયા વગર તેમની અદભુત સેવા રહી હતી.
સમસ્ત છલાળા ગામના યુવાનો બાળકો વડીલો અને બહેનો એ ખૂબ જ શિવ કથામાં સેવા કરી એ બદલ પરમ પૂજ્ય ભક્તભૂષણ જનકસિંહ બાપુએ સર્વનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.