જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેસ્ટેશન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન મહોત્સવઅંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર 29 અને 30 ઓક્ટોબર, 2023 ના રોજ "સ્ટેશન મહોત્સવ" ઉજવવામાં આવી રહ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યહાં વિવિધ કાર્યક્રમો દ્વારા, ભારતીય રેલ્વેના ભવ્ય વારસા, ઇતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્ટેશન ખાતે રેલવેના ઈતિહાસ અને ભાવનગર ડિવિઝનના વિવિધ પ્રાચીન સ્ટેશનોના ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લોકો માટે ખૂબ જ આકર્ષક સ્થળ બની ગયું, જ્યાં લોકોએ સેલ્ફી લીધી. આ પ્રસંગે જૂનાગઢ સ્ટેશન ખાતે ‘ભવ્ય ભૂતકાળથી ગતિશીલ વર્તમાન સુધીની રેલ્વેની સફર’ થીમ પર બનેલી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે સાંજે 06.30 કલાક થી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકવાદ્યો, લોકસંગીત અને વિવિધ નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન જૂનાગઢ રેલ્વે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતુંઉત્સવની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. મહોત્સવમાં જય વંદનનાથ રાસ મંડળ-જૂનાગઢ, શ્રી રજનીકાંત ભટ્ટ (આર.કે. મ્યુઝિકલ એકેડમી-જૂનાગઢ), જાહલ દવે-જૂનાગઢ અને અનીશા કેરૈયા-ભાવનગર જેવા ઉત્કૃષ્ટ કલાકારો દ્વારા અનેક રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કલાકારોએ ત્યાં હાજર દરેકને મંત્રમુગ્ધ કરી દીધા, બધાએ તાળીઓ પાડીને કલાકારોનું મનોબળ વધાર્યુંજૂનાગઢમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમના દ્વારા ખૂબ જ સુંદર ચિત્રો અને કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો અને કાર્યક્રમો રજૂ કરનાર ગ્રુપને પ્રમાણ-પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 30.10.2023ના રોજ લોક ડાયરોનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન મોહનભાઈ પરમાર, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી, અન્ય મહાનુભાવો, મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ, જૂનાગઢની જનતા અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિતરહ્યાહતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.