ચૂંટણી પંચે ફરી એક વખત રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા આપવાની માગ કરી - At This Time

ચૂંટણી પંચે ફરી એક વખત રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા આપવાની માગ કરી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૬ભ્રષ્ટાચારમાં લિપ્ત ગેરકાયદે રાજકીય પક્ષોને ઓળખવાની ચાલી
રહેલી વર્તમાન અભિયાનની વચ્ચે ચૂંટણી પંચે ફરી એેક વખત માગ કરી છે કે તે તેને
પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા આપવામાં આવે. ચૂંટણી કાયદા અનુસાર ચૂંટણી પંચ પાસે રાજકીય પક્ષને માન્યતા
આપવાની સત્તા છે પણ રાજકીય પક્ષની માન્યતા રદ કરવાની સત્તા તેની પાસે નથી.યુનિયન લેજિસ્લેટિવ સેક્રેટરી સાથેનવાતચીત દરમિયાન મુખ્ય
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પંચને રાજકીય પક્ષની માન્યતા રદ કરવાની સત્તા
આપવાની માગ કરી હતી.ચૂંટણી પંચે સરકારને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ હેઠળ
ચોક્કસ કારણોસર રાજકીય પક્ષની માન્યતા રદ કરવાની સત્તા આપવાની માગ કરી છે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે આવકવેરામાં રાહત મેળવવા
માટે પણ કેટલાક લોકો રાજકીય પક્ષની રચના કરતા હોય છે તેવી શક્યતા છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકીય
પક્ષને માન્યતા આપવાની સત્તા ધરાવતા ચૂંટણી પંચને અમુક સંજોગોમાં રાજકીય પક્ષની
માન્યતા રદ કરવાની સત્તા હોવી જોઇએ.

તાજેતરમાં જ ચૂંટણી ુપંચે પોતાના રજીસ્ટરમાંથી ૧૯૮ ગેરકાયદે
રાજકીય પક્ષોના નામ કમી કર્યા હતા. એક અંદાજ મુજબ ભારતમાં ૨૮૦૦ ગેરકાયદે રાજકીય
પક્ષો છે. દેશમાં આઠ કાયદેસર રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવામાં
આવી છે. જ્યારે ૫૦ કાયદેસર રાજકીય પક્ષોને પ્રાદેશિક પક્ષો તરીકે માન્યતા આપવામાં
આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.