નાબાર્ડ સંસ્થા ના આર્થિક સહયોગ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ના અમલીકરણ થી વોટરશેડ યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવી
પાંચાળ વિસ્તાર એટલે અર્ધ સુકો પ્રદેશ અને ખડ ,પાણા ને ખાખરા સહુ થી ઊંચણ વાળો વિસ્તાર લોકો મહેનત સખ્ત કરે પણ વરસાદ આધારિત ખેતી અને તળ માં પણ પાણી ટકે નહી ત્યારે વિષમ પરિસ્થિતિ માં નાબાર્ડ સંસ્થા ના આર્થિક સહયોગ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ના અમલીકરણ થી વોટરશેડ યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ભોયરા ગામની ગોમા નદી,ફૂલઝર ગામની ઘેલો નદી , બરવાળા ગામની બુંઢણપરી નદીના ઉદ્ગમ સ્થાન છે ત્યાં સ્ટ્રીમની ગણતરી લઈને એક એક હજાર હેક્ટર જમીન આવરી લઇ અને પાણી સંગ્રહ માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.