રેલનગરમાં ઝાડ કાપવા મામલે બે પરિવાર વચ્ચે પાઇપ અને ધોકાથી મારામારી: ત્રણ ઘાયલ - At This Time

રેલનગરમાં ઝાડ કાપવા મામલે બે પરિવાર વચ્ચે પાઇપ અને ધોકાથી મારામારી: ત્રણ ઘાયલ


રેલનગરમાં ઘર પાસે રહેલ ઝાડ કાપવા મામલે બે પડોશીઓ વચ્ચે ધોકા અને પાઈપથી મારામારી થતાં ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી કિશોરભાઇ દેવગરભાઇ ગૌસ્વામી (ઉ.વ.58), (રહે.રામેશ્વર પાર્ક રેલનગર મેઈન રોડ) એ આરોપી તરીકે પિયુષ ગિરીશ ટાંક, બ્રિજેશ ટાંક અને ગિરીશ ટાંકના નામ આપી જણાવ્યું હતું કે, પોતે કોટન સેમ્પલનો વેપાર કરે છે.ગતરોજ તે તેના પત્ની અને પુત્ર લક્ષય ઘરે હતાં ત્યારે તેના પડોશમાં રહેતો પીયુશ ટાંક ઘરે આવી અને બહાર બોલાવતા તે તથા તેનો પુત્ર ઘર બહાર આવતા થોડીવાર પેહલા પીયૂષના ઘર પાસે ઝાડના પાંદડા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી પીયૂશે ફરિયાદીના પુત્ર લક્ષ્યને માથામાં અને હાથમાં ઝીંકી દિધો હતો. તેમજ તેનો ભાઈ બ્રિજેશ લાકડાનું પાટીયાથી કિશોરભાઈને માથામાં ઝીંકી દીધેલ ત્યારે તેના પત્ની ઘર બહાર નીકળતા તેને ઉપર પણ પીયૂશે સિમેન્ટના બ્લોકના છુટા ઘા કરી હુમલો કર્યો હતો. તેમજ તેના પિતા ઘર પાસે આવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. પડોશી એકઠાં થઈ જતાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત પિતા પુત્રને 108 મારફતે સારવારમાં ખસેડેલ હતાં.
જ્યારે સામાપક્ષે પિયુષભાઇ ગીરીશભાઇ ટાંક (ઉ.વ.32) (રહે.રામેશ્વર પાર્ક 1 રેલનગર મેઇન રોડ) ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અને જણાવ્યું હતું કે, તે રેલનગરમાં ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે. ગતરોજ બપોરના તે તથા તેના પિતા અને ભાઈ બ્રિજેશ ઘરે હતા તે વખતે પાડોશી ગીતાબેન કિશોરભાઇ ગોસ્વામી તેમના ઘર પાસે આવેલ અને ત્યાં ઉભેલ ઝાડમાંથી પાંદડા ખરે છે જેથી ઝાડ કાપી નાખવુ છે તેમ કહેતાં તેના પિતા ગિરિશભાઇ તથા ભાઈ બ્રિજેશ ઘર બહાર નિકળ્યા અને ઝાડ ન કપાય તેવી વાત કરી હતી. દરમિયાન ગીતાબેનનો પુત્ર લક્ષ્ય આવેલ તેના પિતાને ગાળો આપી જપાજપી કરી પાડી દિધેલ હતાં.
બાદમાં લક્ષ્યએ તેના માતા પિતાને બોલાવ્યા હતાં અને લક્ષ્યએ લાકડાથી તેના ભાઈને ઝીંક્યું હતું. તેમજ તેની માતા વાઈપર લઈ મારવા દોડેલ અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં ત્રણેય શખ્સો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાતા પીએસઆઈ તરૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.