સિહોરમાં દિવ્યાગોના ઉત્કર્ષ માટે ત્રી દિવસીય કાર્યક્રમ ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો. - At This Time

સિહોરમાં દિવ્યાગોના ઉત્કર્ષ માટે ત્રી દિવસીય કાર્યક્રમ ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો.


આજરોજ તારીખ26/12/2022ના રોજ E D I I,,, ceda,, સરકારી સંસ્થા દ્વારા,દિવ્યાંગ ભાઈ બહેનો માટે ત્રી દિવસીય ઉદ્યોગ સાહસિકતા, તાલીમ શિબિરનાં ત્રીજા અને પૂર્ણાહુતિ દિવસ નિમીતે સિહોર ના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ના સુંદર રમણીય સ્થળ ખાતેરાખવામાં આવેલ,, સવારના સાડા દસ વાગે ચા પાણી નાસ્તો કરી દેવદત્ત ભાઈ એ સેશન નિ શરૂઆત કરેલ, ઉધોગ સાહસિકતા અંતર્ગત રોજગાર લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,, એક વાગે ભોજન વિશ્રામ કરી સુંદર ભોજન સર્વે દિવ્યાંગ ભાઈ બહેનો એ કર્યું હતું બે વાગે લાસ્ટ સેશન માં દેવદત્ત ભાઇ,, ચેતનભાઈ એ ઉધોગ કંઈ રીતે શરૂ કરવાથી લઈને ઉધોગ સ્થાપવા માટેની વિવિધ જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ અને દરેક દિવ્યાંગ ભાઈ બહેનો નવો ઉધોગ સ્થાપી ખુબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા ઓ સાથે શુભકામનાઓ પાઠવી, ફીડ બેક ફોર્મ ભરાવી સત્ર પૂરું કરી સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો,, ત્યારબાદ સમગ્ર કાર્યક્ર્મ નો દોર દિવ્યાંગ સેવાકિય કાર્યકર મનસુખભાઇ કને જીયા એ સંભાળ્યો હતો,, ચાર થી સાડા પાચ સંગીત સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો,, જેમાં બંને પગે દિવ્યાંગ એવા હરેશ માળી એ સાઉન્ડ સિસ્ટમ વિના મૂલ્યે પુરી પાડી હતી,, તેમજ મુકેશભાઇ જાની, હિતેશ ત્રીવેદી,, યોગેશ મલુકા એ દિવ્યાંગ નાં મનોરંજન માટે વિના મૂલ્યે કોઈપણ ચાર્જ વગર પોતાના સુરીલા કંઠ નો જાદુ પાથરી દિવ્યાંગ તેમજ પધારેલ મહેમાનો નાં દિલ ડોલાવી મંત્ર મુગ્ધ કરી દીધા હતાં, સિહોર ના દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કનેજીયા ની હાજરીમાં, ત્રીજા દિવસે , દિવ્યાંગ સેવાકીય કાર્યકર શ્રી મનસુખભાઇ કને જીયા એ સ્વાગત પ્રવચન કરી સર્વે, મહેમાનો નુ ફૂલહાર થી સ્વાગત કરવામા આવેલ,, મુખ્ય મહેમાન તરીકે આજરોજ સિહોર નાં શંખનાદ ચેનલ નાં માલિક શ્રી મિલન ભાઈ કુવા ડીયાનાં અધ્યક્ષ સ્થાને,, તેમજ રમેશભાઈ માલી,, સમીરભાઈ બેલીમ, યુવા મોરચા નાં ભાજપ પ્રમુખ ધ્રુવ ભટ્ટ, વોર્ડ ચાર નાં સક્રિય કોર્પોરેટર રૂપલ બેન, જયેશભાઇ રાઠોડ, સમાજ ના સંગીતપ્રેમી તેમજ સેવાભાવિ નયનભાઈ જારા વાળા,, વોર્ડ ચાર નાં કોંગ્રેસ અગ્રણી સેવાભાવિ કોર્પોરેટર મુકેશભાઇ જાની,, ક્રિષ્ના પાર્ટી પ્લોટ નાં મેરા ભાઈ ,, પત્રકાર મિત્રોવરિષ્ઠ પત્રકાર હરીશભાઇ પવાર,, દેવાભાઇ બુધેલિયા,, કેશુભાઈ સોલંકી,, સામાજિક કાર્યકર રસુલભાઇ પઢિયાર ની ઉપસ્થિતિ માં સર્વે મહેમાનો નું શાબ્દિક તેમજ ફૂલહાર થી ઉમળકાભેર સ્વાગત દિવ્યાંગ સેવાકિય કાર્યકર મનસુખભાઇ કનેજીયા એ કરેલ,, મહેમાનો એ દિવ્યાંગ ભાઈ બહેનો ને મનોબળ મજબૂત કાર્યક્રમ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરીને દિવ્યાંગ ભાઈ બહેનો નુ મનોબળ મજબૂત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, તેમજ સર્વે મહાનુભાવો તરફથી દીવ્યાંગ માંટે યથા શક્તિ અનુદાન આપવામા આવેલ,, આજરોજ રમેશભાઈમાળી એ બપોરના ભોજન માં દરેક દિવ્યાંગ માંટે મીઠાઈ માં બરફી અને સેન્ડવીચ ખમણ ની સેવા પૂરી પાડી હતી,, તેમજ અડદિયા નાં દરેક દિવ્યાંગ ને તેમના હસ્તે પેકેટ આપવામા આવેલ,, દરેક મહેમાનો નાં હસ્તે દરેક દિવ્યાંગ ને અડદિયો,, ચીકી,, ગાઠીયા, બિસ્કીટ નાં પેકેટ આપી દિવ્યાંગ ને ખુશ ખુશાલ કર્યા હતાં,, અંતમાં આભારવિધિ દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કને જીયા એ સર્વે મહેમાનો તેમજ પત્રકાર મિત્રો,, હરીશભાઇ પવાર,, દેવરાજ બુધેલીયા,, કેશુભાઈ સોલંકી નો તેમજબહારગામ થી પધારેલ ,, ભાણાભાઈ,, સંગીતાબેન,, વીણાબેન,, ભરતભાઈ,, પારૂલબેન જોસનાબેન, ડુંગર ભાઈ તેમજ સિહોર શહેર તેમજ આજુબાજુ નાં ગામડા માંથી આવેલ દરેક દિવ્યાંગ ભાઈ બહેનો નોતેમજ ક્રિષ્ના પાર્ટી પ્લોટ નાં મેરા ભાઈ તેમજ અન્ય નામી અનામી દિવ્યાંગ ભાઈ બહેન ને મદદરૂપ બનેલ તમામ નો આભાર વ્યક્ત કરેલ,,, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિહોર ના સેવાકીયદિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા,, શુભમ ચૌહાણ,, હરેશ માળી,, પોપટભાઈ રાઠોડ, જુનેદ પઢિયાર સારી જહેમત ઉઠાવી હતી, બહારગામ થી પધારેલ દિવ્યાંગ ભાઈ બહેનો ને મનસુખભાઇ કનેજીયા એ પોતાના મહેમાન માની પોતાના ઘરે મહેમાનગતિ આપી સત્કાર કર્યા હતા, અંતમાંત્રી દિવસીય કાર્યક્ર્મ દરમિયાન મારાથી કોઈ કાઈ ભૂલચૂક થઇ હોય તો તમામ ની ક્ષમા માગું છું,, ભવિષ્ય માં આપ સર્વો નોસાથ સહકાર મળે તેવી પ્રભુ પ્રાર્થના,, ચા પાણી પિયને સૌ દિવ્યાંગ ભાઈ બહેનો શિબિર આનંદપૂર્વક પૂર્ણ કરી છ વાગે પોતપોતાના ઘર તરફ,, આનંદ,, ઉત્સાહ, ઉમંગ નાં જોશ સાથે હમ હોંગે કામયાબ ઍક દિન નાં નારા સાથે, પ્રયાણ કરેલ,,, રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.