૩૬ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે ચાલતો અનોખો સેવા યજ્ઞ (વિસામો). - At This Time

૩૬ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે ચાલતો અનોખો સેવા યજ્ઞ (વિસામો).


અરવલ્લી જિલ્લામાં આવેલ આકરૂંદ ગામમાં સતત ૩૬ વર્ષથી ચાલતો વિસામો.
આ એક વિસામો એવો કે જે સમસ્ત ગામના સહકારથી ચલાવવામાં આવે છે.
જગત જનની માં અંબાના ભક્તો ભાદરવા મહિનામાં ચાલતા અંબાજી જાય છે ત્યારે આકરૂંદ ગામ અને આજુબાજુના ગામના સહકારથી ચાલતો અનોખો સેવાયજ્ઞ (વિસામો) છેલ્લા ૩૬ વર્ષથી કાર્યરત છે.

માં અંબેના ભક્ત પદયાત્રીઓ જ્યારે આ વિસામામાં આવે ત્યારે પ્રેમપૂર્વક આદર-સત્કાર આપી સવારે અને સાંજે ગરમા-ગરમ પૂરી શાક અને સાથે બુંદી પીરસવામાં આવે છે.
બપોરના સમયે કે સવારના સમયે કોઇ માઈ ભક્ત ત્યાં આવે ત્યારે બટાટા- પૌવા અને ચા-કોફી પણ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે.

આ સેવાકીય કાર્યનું આયોજન ૩૬ વર્ષથી જેમની આગેવાનીમાં ચાલે છે તેવા કિરીટભાઈ સોની (પ્રમુખ),અરવિંદભાઈ પરમાર,નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે,તેમજ તેમની સમગ્ર ટીમ અને ગામના યુવાનો ભારે મહેનત કરી આ અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. ગ્રામજનો અને દાતાશ્રીના સહયોગથી ખુબ સુંદર મઝાનું આયોજન કરવામાં આવે છે..

સતત ૩૬ વર્ષથી સેવા યજ્ઞ ચલાવો તે ખૂબ જ કાબિલે તારીફ કામગીરી છે. કિરીટભાઈ સોની અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.