પાઘડીનો વળ છેડે: એક વર્ષનું ઉત્પાદન દુનિયા માત્ર સાત મહિનામાં ઓહિયા કરી જાય છે - At This Time

પાઘડીનો વળ છેડે: એક વર્ષનું ઉત્પાદન દુનિયા માત્ર સાત મહિનામાં ઓહિયા કરી જાય છે


- યુદ્ધ કે કટોકટી નહી, ભારત માટે પડકાર મોટો: ક્ષમતા કરતા ભારતીયોનો વપરાશ વધારેઅમદાવાદ તા. 27 જુલાઈ 2022,બુધવારપૃથ્વી અને કુદરતે આપેલી સંપત્તિનો સર્વનાશ વાળ્યા પછી દુનિયા અને ભારતીયો પૃથ્વી ઉપર જે કુદરતી સંપત્તિ છે તેના કરતા વધારે વપરાશ કરી રહ્યા છે. અત્યારે, માનવી પૃથ્વી એક વર્ષમાં જે ઉત્પાદન કરે છે તેના ૧.૭ ગણો વપરાશ કરી રહી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ વપરાશ વધી જશે. માનવીઓને બે પૃથ્વી જેટલી સંપત્તિ જોઇશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની વસતીને પોતાની માંગ સંતોષવા માટે ઉપલબ્ધ કુદરતી સંપત્તિ કરતા અઢી ગણા સ્ત્રોત જોઇશે. ભારતમાં સતત વધી રહેલી વસતીના કારણે માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા જોવા મળી રહી છે. ભારતમાં જન્મદર ઘટે તો પણ વર્ષ વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશની વસતી ૧.૫૧ અબજ થઇ જવાનો અંદાજ છે. હા એટલું ચોક્કસ કે દુનિયાના અન્ય દેશો સામે માથાદીઠ વપરાશ ભારતમાં પણ ઘણો ઓછો છે પણ સામે જનસંખ્યા એટલી વિશાળ છે કે તેનાથી સ્ત્રોત ઘટી રહ્યા છે. ભારત પાસે વિશ્વની ૧૮ ટકા વસતી છે પણ દુનિયાની જમીનમાં ૨.૪ ટકા, જંગલ બે ટકા અને સ્વચ્છ પાણી માત્ર ચાર ટકા જ છે. ભારતમાં માનવ જીવન ટકાવી રાખવા માટે જમીનનો આધાર પ્રતિ વ્યક્તિ ૦.૫  હેક્ટર છે જયારે તેની સામે વપરાશ પ્રતિ વ્યક્તિ ૧.૧ હેક્ટર જેટલો છે. ઘર ચાલવતા હો કે દુનિયા દરેક વસ્તુ બજેટ આધારિત હોવી જોઈએ. જેટલી કમાણી થાય એના કરતા ખર્ચ ઓછો હોવા જોઈએ. વધારે ખર્ચ દેવામાં ડુબાડે અને પછી વિનાશ નોતરે છે. દુનિયાનું બજેટ ખોરવાઈ ગયું છે. માનવજાત પૃથ્વી જેટલું ઉત્પાદન કરે છે તેના કરતા વધારે ખર્ચ કરી રહી છે. આખા વર્ષમાં જેટલું ઉત્પાદન કરવાની પૃથ્વીની ક્ષમતા છે તે માનવી માત્ર સાતથી આઠ મહિનામાં ખર્ચ કરી નાખે છે. વર્ષની દ્રષ્ટિએ દર વર્ષે અર્થ ઓવરશૂટ ડે આવે છે. આ વર્ષે આ દિવસ તા.૨૮ જુલાઈના રોજ છે. આ દિવસનો મતલબ છે કે સમગ્ર વર્ષમાં એટલું ઉત્પાદન થયું તે એ વર્ષના કેટલા દિવસમાં વાપરી નાખ્યું! એટલે કે વર્ષ ૨૦૨૨નું સમગ્ર વર્ષનું ઉત્પાદન માનવીએ જુલાઈ ૨૮ સુધીમાં વાપરી નાખ્યું હશે. અમાપ માંગ અને સીમિત સ્ત્રોતની આ દુનિયામાં વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત ઓવરશૂટ ડે ની ગણતરી શરૂ થઇ હતી. એ સમયે વસતી અને તેક્નોલોજીના કારણે આ દિવસ ડિસેમ્બર ૨૫ના રોજ આવતો હતો આજે ૫૧ વર્ષમાં હવે ૧૨ મહિનાના બદલે આપણે સાત જ મહિનામાં દુનિયાના રિસોર્સ વાપરી નાખીએ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.