પ્રેમિકાને ચૂંદડી વડે ગળેટુંપો આપ્યો, તરફડીયા મારતા પ્રેમી જ હોસ્પિટલ લઈ ગયા
રાજકોટની યુવતીને તેના જ પ્રેમીએ ગળાટુંપો આપતા તેણી તરફડીયા મારવા લાગતા ખુદ પ્રેમી તેને હોસ્પિટલે લઈ ગયો હતો. હાલ, આંટો મારી આવી, તેમ કહીં કેતન પૂજાને રિબડા તરફ લઈ ગયો હતો. રિબડા સ્મશાન નજીક પ્રેમિકાને ચૂંદડી વડે ગળેટુંપો આપ્યો હતો. ભગવતીપરામાં રહેતી પૂજા ડોડીયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને હાલ સારવાર હેઠળ છે. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ રોડ પર રહેતા પ્રેમી કેતન સીતાપરા સાથે પૂજાને 3 વર્ષથી પરિચય હતો. હજુ 5 દિવસ પહેલા જ મૈત્રી કરાર કરી બંને સાથે રહેતા હતા. કેતનની અન્ય યુવતી સાથે સગાઈ થઈ ગઈ છે. તેવું જાણવા મળે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ પૂજા ચંદ્રેશ ડોડીયા (ઉ.વ.30, રહે. ભગવતીપરા, શેરી નં.30, રાજકોટ)એ તેના પ્રેમી કેતન પ્રવિણ સીતાપરા(ઉ.વ.22, રહે. ગોંડલ રોડ, રાજકોટ) સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેના પતિનું નામ ચંદ્રેશ ડોડીયા છે. ચંદ્રેશ સાથે 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. 3 વર્ષ પહેલાં તેની બહેનપણી આશા મારફત કેતનનો પરિચય થયો હતો. બંનેને મનમેળ થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન કેતનની તાજેતરમાં અન્ય યુવતી સાથે સગાઈ થઈ હતી.
જોકે પાંચ મહિના પહેલા પૂજા કેતન સાથે ભાગી ગઈ હતી. પછી પરત આવી પતિ સાથે રહેતી હતી. પાંચ દિવસ પહેલા કેતન સાથે મૈત્રી કરાર કર્યા હતા અને કેતન સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગઈકાલે સાંજે કેતને પૂજાને કહ્યું કે, હાલ આપણે આંટો મારતા આવીએ. પછી બાઇકમાં બંને રિબડા તરફ ગયા હતા. અહીં રિબડા સ્મશાન પાસે બાઈક ઉભું રાખી કેતને બોલાચાલી કરી હતી.
સગાઈ થઈ ગઈ હોવાથી હવે કેતન પૂજાથી છુટકારો ઈચ્છતો હતો. અહીં બંને વચ્ચે કોઈ બાબતે રકઝક થયા પછી પૂજાએ પાસે રહેલી ચૂંદડી વડે કેતને પૂજાને ગળે ટુંપો આપ્યો હતો. પૂજા તરફડીયા મારવા લાગતા કેતન ડરી ગયો અને બાઇકમાં બેસાડી પૂજાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરને અજુગતું લાગતા બનાવ અંગે જાણકારી મેળવતા પૂજાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી. કેતન સિવિલ હોસ્પિટલમાં તેણીને મૂકી ક્યાંક જતો રહ્યો છે તેમ પૂજાએ જણાવ્યું હતું. અત્રે પૂજાનું નિવેદન લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.