અરવલ્લી જિલ્લાનું મિનિ સ્વર્ગ સુનસર નો ધોધ વહેવા લાગ્યો. - At This Time

અરવલ્લી જિલ્લાનું મિનિ સ્વર્ગ સુનસર નો ધોધ વહેવા લાગ્યો.


અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાથી 12 કિલોમીટર દૂર મુનાઈ પાસે આવેલા સુનસર ગામે ભારત માતાના મંદિર પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી દર ચોમાસે કુદરતી ધોધ વહે છે. ડુંગર ઉપર એક તળાવ છે. જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે આ તળાવ ઓવરફ્લો થાય છે. ડુંગર પર રહેલા મોટા મોટા પથ્થરની રચના એવી છે. જેના કારણે ઓવરફ્લો થયેલું પાણી ધોધ સ્વરૂપે નીચે પડે છે. ઉપરથી પડતો ધોધનો નજારો ખૂબ જ નયનરમ્ય અને આહલાદક લાગે છે.

અરવલ્લી જિલ્લો પોતાની ગિરિકંદરાઓથી ગેરાયેલો છે અને તેનાથી વરસાદી વાતાવરણમાં આહલાદક દ્રશ્યો સર્જાય છે.જે કુદરતી વાતવરણથી શોભાયમાન થાય છે.ગિરિમાળાઓ સુંદર રીતે પોતે વાદળોની ચાદર ઓઢીને સોંદર્યમાં વધારો કરે છે.અને આકર્ષણનું ઉભું થાય છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.