ધંધુકા શ્રી ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રીયમંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલ વહીયાત નિવેદનો બાબતે આવેદનપત્ર અપાયું.
ધંધુકા શ્રી ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રીયમંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલ વહીયાત નિવેદનો બાબતે આવેદનપત્ર અપાયું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે શ્રી ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રીયમંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાએ આપેલ વાહિયાત નિવેદન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમા જણાવ્યું હતું કે રાજકોટ મુકામે લોકસભા પ્રચાર અર્થે ચોક્કસ કોઈ સમાજમાં ભાષણ કરી રહ્યા હતા તે સમયે રાજ્યસભાના સાંસદ તથા મંત્રીશ્રી રૂપાલાએ તેમના ભાષણમા રાજા, મહારાજાઓ તથા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેથી ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન રામનું પણ ઘોર અપમાન કરવામાં આવ્યું હતું. જેથી વધારે જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાનું લોકસભા રાજકોટનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.