ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નો નર્મદા ડેમ ના પાણી ને સૌરાષ્ટ્ર ના ખેડૂતો તરફ વળવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય.ને અતિ અગત્યનો વિનંતી પત્ર - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નો નર્મદા ડેમ ના પાણી ને સૌરાષ્ટ્ર ના ખેડૂતો તરફ વળવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય.ને અતિ અગત્યનો વિનંતી પત્ર


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત રાજ્ય.ને અતિ અગત્યનો વિનંતી પત્ર
રાજકોટ નર્મદા ડેમના દરવાજા ખોલી દરિયામાં પાણી જાવા કરતા સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના સુકાતા પાકને પાણી આપવા
જણાવ્યુ હાલમાં સોમાચાની ઋતુ ૮૦% થી વધુ પૂર્ણ થઈ ચુકેલ છે અને છેલ્લા ૪૫ દિવસથી સૌરાષ્ટ્રના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલ ન હોવાથી ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે તો આવા સમયે એટલે કે તા.૧૬-૦૯-૨૦૨૩ના રોજ સરદાર સરોવરના ૧૦ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે તો સાહેબ આ પાણીને દરિયામાં નાખવા કરતાં સૌરાષ્ટ્રના ‘સૌની યોજના’ દ્વારા નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી તાત્કાલિક પાણી પહોંચાડવા આવે તો સૌરાષ્ટ્રમાં છેલ્લા આશરે ૪૫ દિવસથી વરસાદ ખેચાતા સૌરાષ્ટ્રના ૫૦% થી વધારે ડેમો ખાલી થઈ ગયેલ છે તો આ પાણી સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતી માટે ઉપયોગમાં લઈ શકે તો તાત્કાલિક નર્મદા ડેમનું પાણી દરિયામાં જતું અટકાવવામાં આવે અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા વિનંતી. સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખીયા, દિનેશભાઇ વોરા, રમેશભાઇ ઠક્કર, મિતલભાઈ ખેતાણી, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, જે.કે. પટેલ, જેરામભાઈ વાસજાળિયા, શિવલાલભાઈ આડ્રોજા, મૂળજીભાઈ ભીમાણી, ઉમેશભાઈ માલાણી, પ્રકાશભાઇ કનેરીયા, જિગ્નેશભાઈ પટોડીયા, ભરતભાઇ પરસાણા, બીપીનભાઈ હદવાણી, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ગાજીપરા, દિલીપભાઇ લાડાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ભૂવા, રતીભાઈ ઠુમ્મર, ભરતભાઇ પીપળીયા, મનીષભાઈ માયાણી, રમેશભાઇ જેતાણી, બચુભાઈ ધામી, ભૂપતભાઈ કાકડિયા, અશોકભાઇ મોલીયા અને માધુભાઈ પાંભર વિનંતી કરે છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.