ધંધુકાની મેઈન બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં પૂરતો સ્ટાફ નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકાની મેઈન બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં પૂરતો સ્ટાફ નથી.
15 હજાર ખાતેદારોને પારાવાર મુશ્કેલી સમયસર કે વાય સી થતી નથી જેના માટે ધરમધક્કા ખાવા પડે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેની બેંક ઓફ બરોડામાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ખાતેદારોને વેઠવાનો વારો આવ્યો છે દેના બેન્ક ને બરોડા બેંકમાં મર્ચ કર્યા પછી ધંધુકા ની મેઈન બેંક ઓફ બરોડા ના ગ્રાહકોને બેંકની સેવા સમયસર મળતી નથી.
જાણવા મળતી સઘળી માહિતી અનુસાર સરકારે બેન્ક ઓફ બરોડા માં દેના બેન્ક ને મર્ચ કરી છે ત્યારે ધંધુકાની મેઈન બરોડા બેંકમાં પૂરતો સ્ટાફ નથી જેના કારણે બેંકના ખાતેદાર ગ્રાહકોનું કામ થતું નથી ખાતેદારોના સમયસર કે વાય સી એકાઉન્ટ પાસબુક ભરતી નથી જેના માટે ખાતેદારો ને ધરમધક્કા ખાવા પડે છે ધંધુકા ની મેઈન બેન્ક ઓફ બરોડા શાખામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 15, હજાર થી વધુ ખાતેદારો હોવાનું જાણવા મળેલ છે બેન્કમાં પાસબુક ભરાતી નથી એફ ડી રેન્યુ થતી નથી જેની વિગતો સ્ટાફ વગર ભરાતી નથી સ્ટાફ ના અભાવે એફ ડી રીન્યુ ની માહિતી બેન્કના કોમ્પ્યુટરમાં પડી રહે છે પણ ખાતેદારને તેનો ડેટા ભરી આપવા માટે સ્ટાફ નથી.
પ્રજાના ખાતેદારોના કરોડો રૂપિયા બેંકમાં પડ્યા છે ત્યારે પૂરતો સ્ટાફ નહીં હોવાના કારણે ખાતેદારોને સહન કરવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે ધંધુકા ની બેંક ઓફ બરોડામાં મર્ચ થયેલ દેના બેન્કમાં 30000 કરતા વધુ ખાતેદારો હોવાનું જાણવા મળેલ છે ત્યાં કાઉન્ટર પૂરતો સ્ટાફ છે પણ ત્યાં પણ સ્ટાફ અને કાઉન્ટરો વધારવાની તાતી જરૂરિયાત છે નાણાંની લેવડદેવડ માટે ફક્ત એક કાઉન્ટર કેશિયર છે ત્યારે બે કાઉન્ટર કેશિયર ની જરૂર છે ત્યાં ખાતેદારો રોજબરોજ ઊભરાય છે લાઈનો લાગે છે અને ખાતેદારો ગ્રાહકો હેરાન થાય છે.
ધંધુકાની બંને બેન્ક ઓફ બરોડા ના ગ્રાહકોની પારાવાર મુશ્કેલી દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થનાર છે.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.