181, OSC અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદના સહિયારા પ્રયાસ થી મહિલાનું તેના પતિના ઘરે સુખદ પુનઃસ્થાપન કરાવ્યું - At This Time

181, OSC અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદના સહિયારા પ્રયાસ થી મહિલાનું તેના પતિના ઘરે સુખદ પુનઃસ્થાપન કરાવ્યું


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
હિંસાગ્રસ્ત મહીલા 181 હેલ્પલાઈન દ્વારા સેન્ટર પર આવેલ તેણી સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેણી ના લગ્ન ને ૭ વર્ષ થયા છે આ લગ્નજીવન તેમને ૧.૫ વર્ષ ની દીકરી છે. મહિલાના પતિ ને તેણી ની જ બહેન સાથે અનૈતિક સંબંધ હોય અને તે બાબતે ઘરમાં અવાર - નવાર ઝગડા થતા હતા આથી મહિલા એ PBSC માં અરજી કરેલ તેમ છતાં પણ મહિલાના પતિમાં કોઈ પણ જાતનો સુધારો આવેલ નહિ. આથી તેણી કંટાળી ને 181 ની મદદ લઈને OSC સેન્ટર પર મદદ માટે આવેલ હતા.

મહિલાના પતિ ને સેન્ટર પર બોલાવેલ અને બંને પક્ષો નું કાઉન્સેલિંગ કરેલ અને બાહ્ય સંબધ નો અંત લાવવા માટે જણાવેલ. તેમની પત્ની અને દીકરી પ્રત્યેની ફરજો નું ભાન કરાવેલ અને કાયદાકીય માર્ગદર્શન ની જરૂર જણાતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,બોટાદ ની મદદ લીધેલ. આમ 181, OSC અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,બોટાદ ના સહિયારા પ્રયાસ થી મહિલાનું તેના પતિના ઘરે સુખદ પુનઃસ્થાપન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.