શંકાસ્પદ/ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ: - At This Time

શંકાસ્પદ/ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ:


💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા વેરાવળ ડીવીજનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ નાઓએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે
💫 વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના અન્વયે *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ મયુરભાઇ મેપાભાઇ તથા સુનીલભાઇ માંડણભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસીંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ* વિ. પો.સ્ટાસફના માણસો વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમા હતા દરમ્યાન *પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇને* મળેલ સંયુકત બાતમી હકીકત આધારે *વેરાવળ કોસ્ટ ગાર્ડની ઓફીસ પાસે* થી આરોપી *ઇમ્તીયાઝ અબ્દુલભાઇ જમાદાર રહે- વેરાવળ, ગરીબ નવાઝ કોલોની વાળો રજી.નં.-GJ-11-P-2580 વાળી ખોટી નંબર પ્લેટ લગાડેલ ચોરાઉ મોટર સાયકલ ચલાવી નીકળતા* મજકુરને સદરહુ મો.સા. બાબતે પુછપરછ કરતા અને મોટર સાયકલ જોતાં *પાછળની બાજુ રજી.નં.-GJ-11-P-2580 નંબર વાળી નંબર પ્લેટ લાગડેલ રીંગણી કલરની જુના જેવી હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. હોય જેના એન્જીન નંબર-02E18E17435 તથા ચેસીસ નંબર-02E20E1709 ના હોય જે એન્જીન નંબર ઇગુજકોપમાં ઓનલાઇન ચેક કરાવતા સદરહુ મો.સા.ના રજી.નં. GJ-11-Q-8179 ના જણાતા* મજકુર પાસે તેના હવાલાના મોટર સાયકલના આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા *પોતાની પાસે આ મોટર સાયકલના કોઇ આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ હોય* અને ફરતા ફરતા જવાબો આપેલ હોય અને મો.સા. બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી મજકુર ઇસમએ ઉપરોકત મો.સા. ચોરી છુપીથી કે છેતરપીંડીથી મેળવેલ હોવાનુ જણાતુ હોય જેથી મજકુર ઇશમ પાસેથી મળી આવેલ *મો.સા.ની કિ.રૂા.૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કમત તરીકે કબ્જેા કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.