સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા - At This Time

સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા


મરચુ પાવડર, મસાલા ખાખરા, કેરીનો રસ, મેંગો મિલ્કસેર, ખાદ્ય ચીજ વસ્તુઓના 25થી વધુ સેમ્પલ લેવાયા.

સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરતા મે 2024માં 32 જેટલી ચીજવસ્તુઓના નમૂના લઇને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે અગાઉ લીધેલા નમૂનાઓમાં કુલ 5 સેમ્પલ ફેલ થયું હોવાનુ બહાર આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1થી તા. 31 મે દરમિયાન તંત્ર દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મરચુ પાવડર, મસાલા ખાખરા, કેરીનો રસ, મેંગો મિલ્કસેર, માવો મલાઇ, ડીસગોલા, ડ્રાયફ્રુટ ડીસગોલા સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જ્યારે અગાઉના મન્ચ્યુરીયન નુડલ્સ, મરચુ પાવડર, હળદર પાવડર, મેંગો પેપ્સી, છાશવાલા બટર મિલ્ક સહિત કુલ 6 સેમ્પલોના રિપોર્ટમાં મન્ચ્યુરીયન નુડલ્સનું સેમ્પલ નાપાસ થયું હતું બીજી તરફ આ દિવસો દરમિયાન સર્વેલન્સ ટીમ દ્વારા જુદી જદી ખાણીપીણી ખાદ્યચીજ વસ્તુઓના કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 15 સેમ્પલના રિપોર્ટ આવતા ઘઉંના 3 અને ચણાદાળ સહિત કુલ 4 સેમ્પલ ફેલ થયા હતા જ્યારે અન્ય લીધેલા સેમ્પલો તંત્ર દ્વારા લેબોરેટરીમાં તપાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.