*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત - At This Time

*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત


*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત*

સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર, તારંગા (ખેરાલુ )ખાતે *ઉત્તર સંભાગ અભ્યાસ વર્ગ યોજાયો*
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પાંચ જીલ્લાઓ *પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી* ના 180 પદાધિકારીઓએ બે દિવસ સુધી શાળા, શિક્ષણ, સમાજ, રાષ્ટ્ર અને સંગઠનાત્મક બાબતો અંગે ચિંતન મંથન કર્યું
*પ્રેસનોટ*
તારીખ ૪/૫ જાન્યુઆરી ના રોજ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉત્તર સંભાગના પદાધિકારીનો બે દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ તારંગા તળેટીમાં જૈન આરાધના કેન્દ્ર ખાતે યોજાયો હતો જેમાં 180 અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
અભ્યાસ વર્ગ ના ઉદ્ધાટન સત્રમાં મહેસાણા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી મનુભાઈ ચોકસી એ પ્રેરક ઉદબોધન કર્યું હતું બાદ માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલે બે દિવસીય અભ્યાસ વર્ગ ના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સહ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરીએ સંગઠન ની કાર્ય પધ્ધતિ ની વિગતવાર માહિતી આપી હતી સંગઠન માં દરેક પદાધિકારીઓ ની પોતાની જવાબદારી અંગે માર્ગદર્શન શ્રી ગૌતમ ભાઈ રાવલ, શ્રી નાથુભાઈ ઘોયા, શ્રી પરેશભાઈ ભાઈ પટેલ, શ્રી ચિરાગ ભાઈ પટેલ, શ્રી બાબુભાઇ દેસાઇ દ્વારા આપવામાં આવ્યુ હતું ઉત્તર સંભાગ ના અલગ અલગ જીલ્લા માં કાર્ય વિસ્તાર તથા સંગઠન ની ગતિવિધિઓ અને શાળા ને તિર્થ કેવી રીતે બનાવી શકાય એ અંગે ની જીલ્લા મુજબ માર્ગદર્શન શ્રી ચિરાગ ભાઈ પટેલ, શ્રી ગણેશ ભાઈ ચૌધરી, શ્રી બાબુભાઇ દેસાઇ, શ્રી પંકજભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ તથા શ્રી નાથુભાઈ ઘોયા એ આપી હતી સંગઠન ના કાર્યકર્તાઓ‌ પાસે કેવા ગુણ હોવા જોઈએ તથા વ્યવહારમાં કાર્યકર્તાઓ આદર્શ કેવી રીતે બની શકે એનું પ્રભાવી માર્ગદર્શન શ્રી લાલુભાઇ દેસાઇ દ્વારા આપવામાં આવ્યું હતું મહિલા કાર્ય અંગે માર્ગદર્શન આપતાં સુરક્ષા બેન પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોના મહેકમમાં સૌથી વધારે મહિલા ઓ હોય અને માતૃશક્તિ પારિવારિક જીવન માં અસરકારક ભૂમિકા ભજવી શકવાની ક્ષમતા ધરાવે છે ત્યારે કાર્ય વિસ્તાર કરવામાં મહિલા સક્રિય બને એની જાણકારી આપી હતી મીડિયા મેનેજમેન્ટ ઉપર શ્રી ધનરાજ ભાઈ ઠક્કરે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા માં સાચી વાત કેવી રીતે મુકવી તથા અસરકારક ડીબેટ,પ્રેસનોટ અને સોશ્યલ મીડિયા નો ઉપયોગ સુઝબુઝ સાથે કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું પંચ પરિવર્તન અંગે ની જાણકારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મહેસાણા,બનાસ વિભાગ ના વિભાગ પ્રચારક શ્રી રવિ ભાઈ ગજ્જર દ્વારા આપી હતી આવનાર સમયમાં પર્યાવરણ,સ્વ ની ઓળખ, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર સંગઠન શું કરી શકે એની સુંદર છણાવટ શ્રી રવિ ભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવી હતી સંગઠન ના વિવિધ પ્રકોષ્ટ અંગે માર્ગદર્શન શ્રી ગણેશ ભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું બે દિવસના અભ્યાસ વર્ગ નું સમાપન કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અતિરિક્ત મહામંત્રી શ્રી મોહનજી પુરોહિતે જણાવ્યું હતું કે ગુજરાત ના પાંચ જીલ્લાઓ ના કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં બે દિવસ સાથે રહીને મેળવેલ ભાથું ચોક્કસ આવનાર સમયમાં સંગઠન ને અને સમાજ, રાષ્ટ્ર ને લાભદાયી બનશે સંગઠન ની વિશેષ કાર્ય પધ્ધતિ અને દેવ તુલ્ય કાર્યકર્તાઓ ફોજ થી સંગઠન ગુજરાત માં પ્રભાવી બની કામ કરી રહ્યું છે એનો આનંદ વ્યક્ત કરી એમણે જણાવ્યું હતું કે હમારા વિધ્યાલય હમારા તિર્થ, કર્તવ્ય બોધ, ગુરુ વંદન, વર્ષ પ્રતિપદા અને અનેક વિચાર ગોષ્ઠીઓ નું આયોજન કરી સંગઠને કરેલા પ્રયાસો ને સમાજે સ્વિકાર કર્યો છે સંગઠન સર્વ સ્પર્શી અને સર્વે વ્યાપી બન્યું છે એમાં ગુજરાત ના સૌ કાર્યકર્તાઓ એ પોતાનું સમર્પણ કર્યું છે ગુજરાત ના અલગ અલગ સંભાગો માં યોજાઈ રહેલા અભ્યાસ વર્ગા ચોક્કસ કાર્યકર્તાઓ ને ઉત્સાહ પુરો પાડશે
અભ્યાસ વર્ગ માં સંગઠન ના મહામંત્રી પરેશભાઈ પટેલ પ્રાથમિક સંવર્ગના મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ ચિરાગ ભાઈ પટેલ તથા પ્રાંત મંત્રી ગણેશ ભાઈ ચૌધરી અને પ્રાંત મહિલા મંત્રી હેમાંગી બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર સંભાગ ના સંગઠન મંત્રી શ્રી બાબુભાઇ દેસાઇ અને મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા તાલુકાની ટીમે સંગઠન ના કાર્યકર્તા એ સુંદર વ્યવસ્થા કરી હતી અભ્યાસ વર્ગ નું સંચાલન સંભાગ સંગઠન મંત્રી શ્રી બાબુભાઇ ભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું

ભવદીય
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
ઉત્તર સંભાગ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.