લોકાર્પણના 18 મહિના બાદ મુખ્ય ટર્મિનલ બનીને તૈયાર, દેશ-વિદેશના એરપોર્ટને ટક્કર મારે એવી સુવિધા
રાજકોટના હિરાસર નજીક બનાવવામાં આવેલા રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું જુલાઈ 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે મુસાફરોએ પૂરતી સુવિધા વગર જ લોકાર્પણ કરાયું હોવાના આક્ષેપો કર્યા હતા. જો કે, હવે મુસાફરોને પણ મજા પડી જાય તેવી સુવિધા સાથેનું આલિશાન ટર્મિનલ બનીને તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ લોકો માટે તે ખુલ્લું મૂકાશે. જોકે ઇન્ટરનેશનલ એરપોર્ટને દોઢ વર્ષ થવા છતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
