‘એટલાન્ટિસ બિલ્ડિંગનું છેલ્લાં 10 વર્ષથી ફાયર NOC રિન્યૂ કરાવાયું નહોતું, ફાયરે બે નોટિસ આપી સંતોષ માન્યો; રહીશો બેદરકાર રહ્યા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધુળેટીના દિવસે આગ ફાટી નીકળતાં ફૂડ ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યૂ કરાયા હતા. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે, જોકે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફ્ટી મામલે પોલંપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. એટલાન્ટિસ બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે બે નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્ય હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
