મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા પ્રેસ વાર્તાનું સંબોધન કરવામાં આવ્યું. - At This Time

મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા પ્રેસ વાર્તાનું સંબોધન કરવામાં આવ્યું.


મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા પ્રેસ વાર્તાનું સંબોધન કરવામાં આવ્યું.

અમદાવાદ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસના ૪૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર દ્વારા ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ પ્રેસ વાર્તાનું સંબોધન કરવામાં આવ્યું.
આઝાદી ની લડાઈમાં મહાત્મા ગાંધીજીએ ગૃહિણીઓને સ્વતંત્રતા અભિયાનમાં જોડ્યા. સત્યાગ્રહ, ધરણા અને આંદોલનકારી સક્રિયતા મહિલાઓએ દાખવીને આઝાદીની લડતને વેગવંતી બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું. આઝાદી પછી રાષ્ટ્રનિર્માણ માટે મહિલાઓને સક્રિયતાથી જોડવાના ભાગરૂપે તત્કાલિન વડાપ્રધાન લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીજી દ્વારા ૧૫/૦૯/૧૯૮૪ ના રોજ મહિલા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી .
મહિલાઓના રાજકીય સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે મહિલા કોંગ્રેસ દ્વારા સક્રિયતાથી મહિલાઓને મુખ્યધારામાં જોડવા અને એમનો અવાજ બુલંદ કરીને ન્યાય આપવાના પૂરતા પ્રયાસો આજ દિવસ સુધી કર્યા છે.
ભારત રત્ન તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી એ મહિલાઓને મુખ્ય ધારામાં જોડવા માટે રાજકીય સશક્તિકરણ જરૂરી ગણાવી ૩૩ % આરક્ષણની હિમાયત કરી જેના ભાગરૂપે રાજકીય ક્ષેત્રમાં મહિલાઓનો અવાજ અને ભાગીદારી સુનિશ્ચિત થઈ જે આજે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓમાં 50% આરક્ષણ સુધી પહોંચી છે.મહિલા કોંગ્રેસના નારી ન્યાય આંદોલન દ્વારા મહિલાઓ માટેનું ૩૩ % આરક્ષણ વિધાનસભા અને લોકસભામાં પણ અમલમાં આવે એવી બુલંદ માંગણી કરવામાં આવી છે અને હજી પણ લડત ચાલુ છે.આજના મહિલા કોંગ્રેસ સ્થાપના દિવસે મહિલા સદસ્યતા અભિયાન તથા મહિલા કોંગ્રેસની વેબસાઈટ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલ. જે અભિયાન થકી દરેક મહિલાઓ સભ્ય બની પોતાની ભાગીદારી નોંધાવી શકે છે તથા સદસ્યતા મેળવી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ શકે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.