નવી સુરેલી પ્રાથમિક શાળાના ૯૫ માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ નવી સુરેલી પ્રાથમિક શાળા ખાતે ૯૫ માં શકા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવી સુરેલી પ્રાથમિક શાળાના સ્થાપના દિનને યાદગાર બનાવવા કેક કાપી શાળાના આચાર્ય,ગામના અગ્રણીઓ, એસ.એમ.સીના સભ્યો અને શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાળાના ૯૫ માં સ્થાપના દિનને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા આગેવાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગામના દાતાશ્રી ઈશ્વરભાઈ બારીયા અને સરદારસિંહ બારીયા તરફથી બાળકોને અને આવેલા સૌ વડીલોને ભોજન કરાવ્યું હતું. અમરસિંહ બારીયા એ શાળા વિશેની ભૂતકાલીન સંસ્મરણોને તાજા કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.