RTOના જક્કી વલણથી સત્રના પ્રારંભે સ્કૂલવાનોના પૈડાં થંભી ગયા
ટેક્સી પાસિંગ અને વાનમાં બાંકડો રાખવા મુદ્દે નિરાકરણ ન આવ્યું
અમદાવાદ સહિતના શહેરમાં બાંકડાની મંજૂરી તો રાજકોટમાં કેમ નહિ?
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે વિવિધ તંત્ર નિયમોનું ધરાર પાલન કરાવવા મેદાનમાં આવી છે. તેમાં આરટીઓ તંત્રનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલવાન સંચાલકો સાથે બેઠક કરી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તાત્કાલિક સ્કૂલવાનનું ટેક્સી પાસિંગ કરાવી લેવા અને વાનમાં બાંકડો ન રાખવાની સૂચના આપી હતી, પરંતુ શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન દોડતી હોય ટૂંકા સમયમાં ટેક્સી પાસિંગ થઇ શકે તેવી શક્યતા ન હોય સ્કૂલવાન સંચાલકો દ્વારા સમય મર્યાદા વધારી દેવા માંગ કરી હતી. તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ નહિ આવતા સ્કૂલવાન સંચાલક મંડળના બહાદુરસિંહ ગોહિલ, અજયભાઇ બોરીચા સહિતનાઓએ મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.