*હિરણ-૨ સિંચાઈ યોજનાની ડેમ સાઈટની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
*હિરણ-૨ સિંચાઈ યોજનાની ડેમ સાઈટની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
--------
*કલેક્ટરશ્રીએ ડેમની સલામતી માટેના પ્રગતિ હેઠળના કામનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું*
-------
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે મોડી સાંજે હિરણ-૨ ની ડેમ સાઇટની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પાણીના સ્ત્રોત ઉપરાંત પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ માટેની જગ્યાઓ વગેરેની સાફ-સફાઈ કરીને કોઈપણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ચોમાસા દરમિયાન ઊભી ન થાય તે માટેની જિલ્લાભરમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે હિરણ-૨ ડેમ સાઈટની મુલાકાત લઈને ડેમ સાઈડ પર ચાલતા પ્રગતિ હેઠળના કામનું કલેક્ટરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હિરણ-૨ ડેમ સાઈટ પર ડેમ સેફ્ટીને લગતું કામ અત્યારે ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે ચોમાસા પહેલાં ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય તે માટે આયોજનબધ્ધ અને સલામતીથી કામ પૂર્ણ થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
હાલમાં, હિરણ-૨ ડેમના હેઠવાસમાં હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બકેટ અને એપ્રોનના રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. તેમજ, બકેટના બેડની અંદર ડ્રિલિંગ ગ્રાઉટીંગનું કામ સાથે ડેમના સાત રેડિયલ દરવાજા બદલવાની કામગીરી પણ ચાલી રહી છે.
જેમાં, દરવાજા બદલવાની કામગીરી ૯૫ ટકા પૂર્ણ થઈ છે અને મરમ્મતના કામો પણ આગામી તા.૧૫ જૂન પહેલાં સલામત રીતે પૂર્ણ થઈ જાય તે રીતે યુદ્ધના ધોરણે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટરશ્રીની આ ડેમ સાઈટની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ, સિંચાઈ વિભાગના ઇજનેર શ્રી અરવિંદ કલસરિયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સર્વશ્રી સુનિલ મકવાણા, ભદોરીયા, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.