દામનગર પાલિકા પ્રમુખ નારોલા એ આપ્યું ખુલ્લું સમર્થન સ્થિતિ સ્પષ્ટ યુવા આર્મી ટીમ ની વિવિધ માંગો દામનગર ને તાલુકો સૌની યોજના અશાંત ધારા મુદ્દે સરકાર માં પત્ર પાઠવ્યા
દામનગર પાલિકા પ્રમુખ નારોલા એ આપ્યું ખુલ્લું સમર્થન સ્થિતિ સ્પષ્ટ
યુવા આર્મી ટીમ ની વિવિધ માંગો દામનગર ને તાલુકો સૌની યોજના અશાંત ધારા મુદ્દે સરકાર માં પત્ર પાઠવ્યા
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ની પ્રાથમિક જરૂરિયાત મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ યુવા આર્મી ટીમે ઉઠાવેલ વિવિધ માંગો ને પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા નું ખુલ્લું સમર્થન સ્થિતિ સ્પષ્ટ થઈ રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ઉદેશી યુવા આર્મી ટીમ ની વિવિધ વ્યાજબી અને જાહેર હિત ની માંગો ને ખુલ્લી ને સમર્થન આપ્યું દામનગર સહિત ૩૭ ગ્રામ્ય વચ્ચે દામનગર શહેર ને તાલુકો બનાવો તેમજ સૌની યોજના હેઠળ શહેર ના ૧ શ્રી કુંભનાથ તળાવ ૨ જયભુરખિયા જળ સરોવર ૩ જય ભુરખિયા સરોવર નંબર ૨ ઠાંસા રોડ ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા ઉતારી સૌની યોજના અંતર્ગત ભરવા શહેર ના ૧૨ થી વધુ વિસ્તારો અશાંત ધારા હેઠળ સમાવવા સહિત ની યુવા આર્મી ની માંગો ને ખુલ્લી ને સમર્થન કરતા પત્રો સબંધ કરતા વિભાગો શહેરી વિકાસ વિભાગ મ્યુનિસિપાલટી એડમિનીટ્રેશન ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર જિલ્લા કલેકટર શ્રી અમરેલી પ્રાંત અધિકારી લાઠી તાલુકા મામલતદાર શ્રી લાઠી ગૃહ વિભાગ સહિત એમ પી ભરતભાઇ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિત ની કચેરી માં પત્ર પાઠવ્યા હતા છેલ્લા ઘણા સમય થી દામનગર પંથક ની પ્રાથમિક સુવિધા માટે યુવા આર્મી ટીમ સક્રિય રીતે સરકાર સમક્ષ વિવિધ માંગો રાખી રહી છે તેમાં ૧.મિશન દામનગર તાલુકો ૨ સૌની યોજના ૩ શહેર ના ૧૧ થી વધુ વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવવા ની રજૂઆતો ને પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા એ ખુલ્લી ને સમર્થન આપતા પત્રો વિવિધ કચેરી ઓને પાઠવ્યા હતા સાથો સાથ બ્રાન્દ્ર - મહુવા ટ્રેન ના સ્ટોપ માટે યુવા આર્મી ટીમ ની માંગ ને સમર્થન આપતા જણાવ્યું હતું કે જ્યાં પણ જરૂર પડે ત્યાં પાલિકા તંત્ર ટ્રેન મુદ્દે સમર્થન માં પત્ર વહેવાર કરશે તેવી ખાત્રી આપી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.