સોમવારથી મનપા ઘરમાં બાંધેલા ઢોર પણ ઉપાડી જશે!
કાર્યવાહીના ડરે 600 અરજીઓનો થઈ ગયો ખડકલો, હવે સ્થળ તપાસ કરાશે
રખડતા પશુને લઈને વધુ આક્રમક કાર્યવાહી, પશુપાલકોને અપાયો હતો સમય
રાજકોટ મહાનગપાલિકાએ નવી ઢોરપકડ પોલીસી અપનાવી છે જેમાં રજિસ્ટ્રેશન એટલે કે પરમિટ અને લાઇસન્સ વગર ઢોર રાખી શકાતા નથી. આવા ઢોર ઘરમાં બાંધ્યા હશે તો પણ ગેરકાયદે જ ગણાશે જેને લઈને રજિસ્ટ્રેશન કરાવવા માટે પૂરતો સમય પણ અપાયો હતો અને તે સમય મર્યાદા હવે 31 ડિસેમ્બરે પૂરી થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.