ટ્રાન્સપોર્ટની પેઢી ચલાવતા પતિ સહિતના સાસરિયાંઓ પરિણીતાને પિયરેથી પૈસા મગાવી ત્રાસ આપતા
રાજકોટના રઘુકુળમાં રહેતા અને હાલ માવતરના ઘેર કાલાવડ રોડ પર અમૃતનગર સોસાયટીમાં રહેતા પૂજાબા દિગ્વિજયસિંહ રાણાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે પતિ દિગ્વિજયસિંહ, સસરા પરબતસિંહ રાણા, જેઠ ભીમદેવસિંહ, જેઠાણી તૃપ્તિબા ભીમદેવસિંહ, નણંદ હિરલબા હિતેન્દ્રસિંહ જાડેજાના નામો આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું તા.16-6-24થી અહીં મારા પિતાના ઘેર રહું છું મારા લગ્ન એકવીસ વર્ષ પહેલાં સને.2003માં પ્રેમ મંદિર સામે રઘુકુળમાં રહેતા દિગ્વિજયસિંહ સાથે થયા હતા મારા પતિ જેઓ ન્યૂ જનતા ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ અને શેરબજારનું કામ કરતાં હોય અને અમારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને બન્ને સંતાનો અમદાવાદ અભ્યાસ કરતા હોય તેમજ મારા સસરા, જેઠ અને જેઠાણી ચંપકનગર (રણછોડનગર)માં રહેતા હોવાનું અને અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને દર ચાર-પાંચ દિવસે અમારી ઘરે હોય અને વહેવાર સંયુક્ત ચાલતો હોવાનું અને મારા પિતાના અવસાન બાદ મારા નાના ભાઇ અને માતા સાથે રહે છે.
મારા લગ્ન નક્કી થયા બાદ મારા પતિ ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં પકડાયેલ હોય જેથી મારા લગ્ન કેન્સલ થયા હતા અને ત્યારે ચાર માસ બાદ જામીન પર છૂટ્યા હતા. મારા પિયરવાળા બનાવ બાદ લગ્નની ના પાડતા હતા, પરંતુ મારા સસરા સહિતના સાસરિયાંના દબાણ બાદ લગ્ન થયા હતા. સને 2008માં પુત્રનો જન્મ થયો હતો અને અમે ભાડે રહેવા જતા રહ્યા હતા. અમારે મકાન લેવાનું હોય જેથી મારા માવતરના ઘેરથી રૂ.25 લાખ લઇ આવવા નણંદએ દબાણ કરતા મારા ભાઇએ આવી રૂપિયા આપી ગયો હતો.
ત્યારબાદ ઝઘડો થતાં મને કાઢી મૂકી હતી. પછી સમાધાન કરી પરત લઇ ગયા હતા અને ત્રણ માસ સારી રીતે રાખ્યા બાદ ફરી મારકૂટ કરી ત્રાસ આપવા લગ્યા હતા અને મેં બાળકોને અભ્યાસ માટે અમદાવાદ જવાનું કહેતા પતિએ કહેલ કે, અમદાવાદ જશે તો તારો ભાઇ ખર્ચ ભોગવશે જેથી મારો ભાઇ ખર્ચ આપતો હોય મોકલી આપ્યા હતા. મેં વિરોધ કરતા મારા પતિએ પોલીસને બોલાવી હતી મને સમજાવી માવતરના ઘેર મૂકી ગયા હતા તેડવા નહીં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.