રાજકોટમાં પિતા-પુત્રની જોડીએ 3 લાખના ખર્ચે બુલેટના પાર્ટ્સ લઈને કાર બનાવી, એકવાર ચાર્જમાં 80 કિ.મી.નું માઇલેજ - At This Time

રાજકોટમાં પિતા-પુત્રની જોડીએ 3 લાખના ખર્ચે બુલેટના પાર્ટ્સ લઈને કાર બનાવી, એકવાર ચાર્જમાં 80 કિ.મી.નું માઇલેજ


રાજકોટમાં એક પિતા-પુત્રની જોડીએ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર બનાવી છે, જેના ફીચર્સ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે, કારણ કે પિતા-પુત્રએ સાથે મળીને એવી કાર બનાવી છે કે રસ્તા પર લઈને નીકળો તોપણ લોકો જોતા જ રહી જાય છે. વિન્ટેજ ઈ-કાર બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. આ ગાડીની ડિઝાઈન બનાવવામાં અમે ખૂબ જ મહેનત કરી છે. ગાડીની લંબાઈથી લઈને ગાડીનાં પૈડાં સુધીમાં અમે ખૂબ જ મહેનત કરી છે. ગાડીને અહીં સુધી પહોંચાડવામાં અમારે 3 મહિના લાગી ગયા છે. 3 મહિનામાં અમે એક દિવસ પણ રજા રાખી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.