પુત્રની સારવાર કરાવવા ગયેલ આર્કીટેકના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.6.25 લાખના દાગીના અને રોકડની ચોરી - At This Time

પુત્રની સારવાર કરાવવા ગયેલ આર્કીટેકના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.6.25 લાખના દાગીના અને રોકડની ચોરી


ઋષીકેશ સોસાયટીમાં રહેતાં અને પુત્રની સારવાર કરાવવા ગયેલ આર્કીટેકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂ.6.25 લાખના દાગીના અને રોકડની ચોરી કરી નાસી છૂટતાં ક્રાઈમ બ્રાન્ચ, એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ સોસાયટી શેરી નં. 2 આયુર્વેદીક હોસ્પિટલ પાછળ રહેતાં અક્ષયભાઈ મગનભાઈ મુંગરા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને પુત્ર સાથે રહે છે.
તેઓ આર્કીટેકનુ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેમના એક વર્ષના પુત્રને કફની બીમારી સબબ બપોરે અગીયારેક વાગ્યે ઘરેથી એઈમ્સ હોસ્પિટલ પર તેઓ તેમના પત્ની સાથે દવા લેવા ગયેલા હતા. ઘરે કોઈ ન હોય જેથી ઘરને તાળુ મારીને ગયેલા હતા. ડેલીને તાળુ મારેલ ન હતુ.
બાદમા એઈમ્સ હોસ્પિટલ ખાતે તબીબે તેમના દીકરાની સારવાર કરી જણાવેલ હતુ કે, તમારા દીકરાને સારવાર માટે રાત્રે રોકાવુ પડશે અને દાખલ થવુ પડશે. જેથી રાત્રીના એઈમ્સ હોસ્પિટલ ખાતે રોકાયેલા હતા.
બાદમા આજે સવારના સાડા સાતેક વાગ્યે પાડોશી ચમનભાઈ સવસાણીનો ફોન આવેલો કે, તમારા ઘરનુ તાળુ તુટેલુ છે, જેથી તેઓ પુત્રની હોસ્પિટલમાથી રજા લઈને ઘરે આવેલા હતા. ઘરે પહોચતા જોયુ તો ઘરે ડેલી ખુલેલી તથા નીચે મુખ્ય રૂમનો દરવાજાનો નકુચો તુટેલો હતો.
તાળુ નકુચામા જ હતુ. બાદમા ઘરની અંદર જઈને જોતા હોલમા ચીજ વસ્તુ અસ્તવ્યસ્ત હતી. રસોડા પછી બેડરૂમ આવેલો છે ત્યા અંદર જઈ તપાસ કરતા અમારી બેડ પર ચીજ વસ્તુઓ પડેલી હતી અને બંને કબાટ ખુલેલા હતા.
કબાટમા તપાસ કરતા કબાટમા રાખેલા સોનાની ચેઈન, સોનાના પાંચ કઈડા (રીંગ), છ સોનાની વીંટી, ત્રણ સોનાના પેન્ડલ, સોનાનુ મંગલસુત્ર, સોનાની કાનની બુટી, સોનાનુ બ્રેસ્લેટ મળી કુલ 75 ગ્રામ સોનાના દાગીના રૂ.4.80 લાખ તેમજ ચાંદીની વસ્તુમા ચાર જોડી ચાંદીના નજરીયા, સાંકળા, ચાંદીની ઝાંઝરી, ચાંદીની બંગડી, ચાંદીનુ બ્રેસ્લેટ, ચાંદીનુ પેંડલ શેટ એમ મળીને કુલ ચાંદી 150 ગ્રામ ચાંદી રૂ.15 હજાર અને રોકડ રૂ.1.30 લાખ જોવા મળેલ નહી, કોઈ અજાણ્યાં તસ્કરો ફરિયાદીના ઘરમાં ઘુસી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.6.25 લાખનો મુદામલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.