એક જ રજી.નંબર પ્લેટ બે ફોર વ્હીલ કારમાં લગાડી ફરતાં ઇસમને કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

એક જ રજી.નંબર પ્લેટ બે ફોર વ્હીલ કારમાં લગાડી ફરતાં ઇસમને કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબબ પેરોલ ફર્લો સ્કવોડના ઇ.ચા. પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

તા.૦૪/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *પો.કો. અલ્ફાઝભાઇ વોરાને બાતમી મળેલ કે,* “જયેશભાઇ બુધાભાઇ ભરવાડ રહે.રામદેવનગર-૦૨, કુંભારવાડા,ભાવનગરવાળા પાસે બ્લ્યુ કલરની સ્વીફટ કાર રજી.નં.GJ-06-PF-2568ની એક જ કલરની અને એક જ નંબરવાળી કુલ-૦૨ ગાડી છે.તે બંને કાર ભાવનગર શહેર, પાનવાડી રોડ ઉ૫ર, વિજય ટોકીઝ, પટેલ જ્ઞાતિની વાડીની સામે આવેલ તેની ચામુંડા પાન સેન્ટર દુકાન પાસે પડેલ છે.” આ બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના વર્ણનવાળી કાર સાથે મળી આવેલ. તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

*પકડાયેલ આરોપીઃ-*
જયેશભાઇ ઉર્ફે ભોપો બુધાભાઇ મેર ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે.સરમાળીયા દાદાના મંદીર પાસે, રામદેનગર-૦૨, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
બ્લ્યુ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ રજી.નં.GJ-06-PF-2568 ચેચીસ નંબર-MBHCZCB3SNFA 44731 તથા એન્જીન નંબર-K12NP1256015 કાર (ઓરીજનલ રજી.નંબર-GJ-04-EA-9124) *કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ*

*આરોપીએ કરેલ કબુલાતઃ-*
આરોપીએ કોટક મહિન્દ્દા પ્રાઇમ લી. કંપનીમાં ફાયનાન્સમાંથી હપ્તે સ્વીફટ કાર રજી.નંબર-GJ-04-EA-9124 લીધેલ હોય.જે કારના હપ્તા ચડી ગયેલ હોવાથી ફાયનાન્સવાળા કાર લઇ ન જાય તે માટે બીજી કાર રજી.નંબર- GJ-06-PF-2568ની નંબર પ્લેટ લગાડી કાર વાપરતાં હોવાની કબુલાત કરેલ.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં ભૈપાલસિંહ ચુડાસમા, અરવિંદભાઇ મકવાણા, ચંદ્દસિંહ વાળા, મજીદભાઇ શમા, સત્યજીતસિંહ ચુડાસમા,
અલ્ફાઝભાઇ વોરા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.