CMને બદલે કૃષિ મંત્રી મેળો ખૂલ્લો મૂકશે, ફાઉન્ડેશનના નિયમને લઇ છેલ્લી ઘડીએ વિવાદ, ડે. કલેકટરે હવન કરાવ્યો - At This Time

CMને બદલે કૃષિ મંત્રી મેળો ખૂલ્લો મૂકશે, ફાઉન્ડેશનના નિયમને લઇ છેલ્લી ઘડીએ વિવાદ, ડે. કલેકટરે હવન કરાવ્યો


રાજકોટમાં 24થી 28મી ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનો ધરોહર લોકમેળો યોજાઇ રહ્યો છે. ત્યારે તેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બેઠકોમાં વ્યસ્ત હોવાને કારણે હવે 24મીએ સાંજે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળાનો પ્રારંભ કરવામાં આવશે. આ મેળો 5 દિવસ સુધી યોજાશે. જોકે, આ વખતે ચકડોળને કારણે મેળો ચગડોળે ચડ્યો છે. રાજ્ય સરકારની SOPનો ઉલાળીયો કરી ફાઉન્ડેશન વિના 31 મોટી રાઇડસ ઊભી કરી દેવામા આવી છે. ત્યારે બીજી તરફ રાજકોટ કલેકટર હજૂ પણ SOPના કડક પાલનનું કહી રહ્યા છે. ત્યારે ચકડોળ રહેશે કે નહીં રહે? તેવી અસમંજસ ઊભી થઈ છે. તેવામાં લોકમેળા સમિતિના ડેપ્યુટી કલેક્ટર દ્વારા મેળો સુપેરે પાર પડે તે માટે હવન કરાવવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.