ધંધુકા ખાતે ૬૪ કરોડ ના ખર્ચે બનેલ રેલ્વે ઓવરબ્રિઝ નું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.
ધંધુકા ખાતે ૬૪ કરોડ ના ખર્ચે બનેલ રેલ્વે ઓવરબ્રિઝ નું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.
ધંધુકા ખાતે ૬૪ કરોડ ના ખર્ચે બનેલ રેલ્વે ઓવરબ્રિઝ નું જિલ્લા ના પ્રભારી મંત્રી, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય કાળુભાઇ ડાભી,પૂર્વ ધારાસભ્યો ભરત પંડયા, લાલજીભાઈ મેર,જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રેલ્વે ઓવરબ્રિઝ નું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સોરાષ્ટ્ર, પાંચાળ, ગોહિલવાડ, કાઠિયાવાડ ના પ્રવેશ દ્વાર સમાં આ ઓવરબ્રિઝ ને આજે ખુલ્લો મુકવામાં આવતા ટ્રાફિક ની સમસ્યા નો અંત આવશે. આ તકે મંત્રીએ જણાવ્યું કે, ધંધુકા વિસ્તારમાં વિકાસ સતત થઈ રહ્યો છે એક પછી એક નવા નવા પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે ઓવરબ્રિઝ થકી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો તો સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ થકી આગામી દિવસોમાં આરોગ્યની અદ્યતન સુવિધાઓ પણ જનતા ને મળનાર છે. ત્યારે ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ જણાવ્યું કે ધંધુકા વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર કાયમ તત્પર છે અને ધોલેરા માં જે કંપનીઓ સ્થપાઈ રહી છે તેના થકી ૨૫ હજાર નવી રોજગારી ની તકો પણ ઉભી થવાની છે. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કૌશલ બ્રહ્મભટ્ટે સૌને આવકાર્યા હતા. આ તકે ભાજપ ના અગ્રણીઓ, હોદેદારો, કલેકટર, ડીડીઓ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.