જામનગર : વરસાદના આગમન સાથે જ વીજ પુરવઠો ખોરવાયો - At This Time

જામનગર : વરસાદના આગમન સાથે જ વીજ પુરવઠો ખોરવાયો


જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજ તંત્રની કવાયત : અનેક ફીડરો ટ્રીપ થયા

નવાગામ ઘેડ વિસ્તાર વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા પછી બ્લાસ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો

જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પ્રિમોનશુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી, અને અનેક વિસ્તારોમાં ફીડર ટ્રીપ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલો મળ્યા હતા. વિજ તંત્રની ટુકડીના ટેલીફોન રણકતા થયા હતા, જામનગર શહેરના અંદાજે ૧૫ જેટલા ફીડરોમાં પ્રથમ વરસાદની અસર જોવા મળી હતી. અને કેટલાક વિસ્તારોમાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોલવામાં આવ્યો હતો. જોકે મોટાભાગે રાત્રિ દરમિયાન તમામ વિજ ફીડર કાર્યરત થયા હતા.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ડેન્ટલ હોસ્પિટલની પાસે આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર કે જેમાં ગઈ રાત્રે સૌપ્રથમ આગ લાગી હતી, અને ત્યારબાદ બ્લાસ્ટ થયા પછી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી વિજ તંત્રની ટુકડી મોડી રાત્રે દોડતી થઈ હતી, અને સળગી ગયેલું એક ટ્રાન્સફોર્મર જુદું પાડીને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો મોડી રાત્રે શરૂ કરી દેવામાં આવ્યો હતો. બાકીની કામગીરી બીજા દિવસ સવારથી ચાલુ રખાઇ છે.


7874625298
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.