હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને માહિતી આપી અવગત કરાયા - At This Time

હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને માહિતી આપી અવગત કરાયા


સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવોને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે અને જેના ભાગરૂપે એક મહિના સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાની છે. ત્યારે આજે હળવદ શહેરની સરા ચોકડી ખાતે હળવદ પોલીસ અને એલ એન્ડ ટી વિભાગ દ્વારા એક ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ જેટલા પેમ્પલેટ અને ૧૫૦થી વધુ રેડિયમ પટ્ટી વાહનો પર લગાવવામાં આવી હતી. આ તકે હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહે જણાવ્યું હતું કે, સગીર વયના બાળકોને વાહન ચલાવવા ન આપવા અને ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવા માટે અનુરોધ કર્યો હતા. હળવદ શહે૨ની સરા ચોકડીએ આજે યોજાયેલી ટ્રાફિક ડ્રાઈવમાં મહિપતસિંહ, રમણીકભાઈ રાઠોડ, સહિત l&t ના કર્મચારીઓ અને ટીઆરબીના જવાનો જોડાયા હતા અને બેનરો સાથે વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોની જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.