અતિવૃષ્ટિના કારણે વિસાવદરના તાલુકા ખેડુતો પાયમાલ થઈસરકાર ખેડુતોને મદદે આવે તેવો પોકાર
અતિવૃષ્ટિના કારણે વિસાવદરના તાલુકા ખેડુતો પાયમાલ થઈસરકાર ખેડુતોને મદદે આવે તેવો પોકાર
વિસાવદર તાલુકાના ખેડૂતો પર કુદરત કોપાયમાન થયેલ હોય એવું લાગે છે ૧૦૦ ઈચથી વધારે વરસાદથી જગતનો તાત મહામુશ્કેલીમા ભારે કફોડી હાલતમાં મુકાયો છે.ખેતરોના ઉભા મોલમાં કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે.તો માંડવીના પાથરાઓ તણાવા લાગ્યા છે.તેમાય પ્રચંડ ગરમીના કારણે સરિસૃપો ખેતરોમાં ફરતા થઈ ગયા છે તો ખેડૂતો માટે દુઃખ સાથે ભયનો માહોલ સર્જાયો છે.સરકાર કયારે આ આપદા માં સહાય જાહેર કરે તેની રાહ જોવાઈ રહી છે.ચૂટાયેલા પ્રતિનિધીઓ અને પાર્ટીના નેતાઓ ચૂંટણીની તૈયારીઓ કરે છે.ત્યારે ખેડુતો માટે આપઘાત કરવાની પરીસ્થીતી ઉભી થઇ છે.મુગા ઢોરોના મુખેથી પણ નીણ છીનવાઈ ગઈ હોય એવું લાગે છે. બેફામ થયેલા વરસાદને કારણે ખેતીની અવદશા જોઈ આજે વિસ્તારના ખેડૂતો ભારે દુવિધામાં મુકાઈ ગયા છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.