ઇ-કોમર્સ કંપનીઓને કારણે ધંધો ગુમાવી રહેલા નાના એકમોને બચાવો - At This Time

ઇ-કોમર્સ કંપનીઓને કારણે ધંધો ગુમાવી રહેલા નાના એકમોને બચાવો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવારઇ-કોમર્સ કંપનીઓને કારણે નાના નાના ધંધાદારીઓના ધંધા ધીમે ધીમે મંદ પડીને બંધ પડી રહ્યા હોવાથી બેરોજગારી વધી રહી હોવાની એક ફરિયાદ અમદાવાદના ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓએ કેન્દ્ર સરકારને કરી છે. તેમને બચાવવા માટે ઈ-કોમર્સ કરતી કંપનીઓ સામે નિષેધાત્મક પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી છે  ઓનલાઈન કંપનીઓ રિટેઇલર્સના ધંધા તોડીને તેમને ખતમ ન કરી શકે તે માટે તેમના ધંધા માટે ચોક્કસ નિયમો તૈયાર કરવાની માગણી પણ છૂટક વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ આઈટેમ્સના વેપારીઓની ફરિયાદ છ ેકે ઇ-કોમર્સ એ અન્ય કંપનીઓએ કરેલા ઉત્પાદનોને વેચવા માટેનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ માત્ર અન્યોએ ઉત્પાદિત કરેલી વસ્તુઓ વેચવા માટે જ છે. પરંતુ છ. પરંતુ ઓનલાઈન કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર જે જે વસ્તુઓની ડીમાન્ડ હોય છે તે વસ્તુઓનો રૅકોર્ડ તૈયાર કરે છે. ત્યારબાદ પોતાની જ અન્ય કંપનીઓ ઊભી કરીને તેના થકી તે વસ્તુઓનું ઉત્પાદન કરીને તેમના માર્કેટ ભાવ કરતાં નીચા ભાવે માર્કેટમાં તેના જેવા જ પ્રોડક્ટ્સ મૂકીને તેમના ધંધા હડપ કરી જવાની રમત કરી રહી હોવાની ફરિયાદ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના એસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે.ઓનલાઈન કંપનીઓ રિટેઈલરને મળતી સપ્લાય પ્રાઈસ કરતાંય ઓછી કિંમતે માલ વેચતા હોવાથી નાના અને છૂટક વેપારીઓના ધંધા ચવાઈ રહ્યા છે. તગડા ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમો આપીને તેઓ ગ્રાહકોને પોતાના તરફ ખેંચી રહ્યા છે. પરિણામે સરકાર સમક્ષ ધા નાખવાની ફરજ પડી રહી છે. ઇ-કોમર્સ કંપનીઓ નાની ઑફિસમાંધી ધંધો કરી શકે છે. તેમને માલ સંગ્રહ કરવા માટેની જગ્યાની જરૃર પડતી નથી. તેથી તેમનું મૂડીરોકાણ ઓછું થઈ જાય છે. તેઓ ઓછા સ્ટાફની મદદથી રિટેઇલર્સ કરતાંય મોટો ધંધો કરી શકે છે. તેની સામે રિટેઇલર્સ દુકાન અને ઑફિસની પ્રોપર્ટી માટે મોટો ખર્ચ કરવો પડે છે. રિટેઇલર્સે ગોદામ, દુકાન અને સ્ટાફમાં પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડી રહ્યું છે. દેશના તમામ ધંધાઓ ઓનલાઈન ચેઈનના હાથમાં જાય અને બેરોજગારી વધે તે પૂર્વે કડક પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.